Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભારતના પ્રવાસે આવવા ઇચ્છુક વિદેશીઓ માટે લાલ જાજમઃ પાંચ વર્ષ માટેના ઇલેકટ્રોનિક ટુરીસ્ટ વીઝા માત્ર ૮૦ ડોલરમાં અપાશેઃ ઓફ સીઝનમાં એક માસ માટે આવતા વિદેશી પ્રવાસીઓ માટે માત્ર ૧૦ ડોલરમાં ઇ-વીઝાઃ ટુરીઝમ મિનીસ્ટર પ્રહલાદ સિંઘ પટેલએ કોન્ફરન્સમાં આપેલી માહિતી

ન્યુ દિલ્હીઃ ભારતના ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા પાંચ વર્ષ માટેના ઇલેકટ્રોનિક ટુરીસ્ટ વીઝા માત્ર ૮૦ ડોલરની ફીમાં આપવાનું આયોજન છે તેવું ન્યુદિલ્હી મુકામે મળેલી ટુરીઝમ મિનીસ્ટરની કોન્ફરન્સમાં ટુરીઝમ મિનીસ્ટર શ્રી પ્રહલાદ સિંઘ પટેલએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે એક માસ માટે માટેના ઇ-વીઝા પણ ૨૫ ડોલરની ફીમાં આપવાનું સરકાર વિચારી રહી છે. જે ઓફ સીઝનમાં માત્ર ૧૦ ડોલરમાં આપવાનું આયોજન છે. જે. પ્રાથમિક તબકકે જાપાન,સિંગાપોર, શ્રીલંકા, મોઝામ્બિક, રશિયા, યુક્રેન, યુ.કે. તથા યુ. એસ.ના પ્રવાસીઓને અપાશે.

આગામી દિવસોમાં વિદેશોના પ્રવાસીઓની સંખ્યામાં ડબલ જેટલો વધારો કરવા સરકાર આયોજન કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

(8:38 pm IST)