Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ્યું : ઇસરો

બીજી કક્ષામાં સફળતાપુર્વક પ્રવેશ થઈ ગયું : ચંદ્રયાન-૨ ૨૮ ઓગસ્ટના દિવસે ત્રીજી કક્ષામાં પ્રવેશશે

નવી દિલ્હી, તા. ૨૧ : ચંદ્રયાન-૨ દ્વારા એક પછી એક સફળતા હાંસલ કરવામાં આવી રહી છે. આજે બપોરે ૨.૫૦ વાગે ચંદ્રયાને ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરી લીધું હતું. બીજી કક્ષામાં પ્રવેશ કરવાની પ્રક્રિયા કુલ ૧૨૨૮ સેકન્ડ એટલે કે આસરે ૨૦ મિનિટ ૪૬ સેકન્ડમાં પુર્ણ થઈ હતી. ઈસરો દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ક્રમમાં તમામ ગતિવિધી સામાન્ય બનેલી છે. હવે ચંદ્રયાન-૨ ૨૮મી ઓગસ્ટના દિવસે ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે. તેની પ્રક્રિયા સાંજે ૫.૩૦ શરૂ થશે અને ૬.૩૦ પુર્ણ થશે. ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર સાતમી સપ્ટેમ્બરે ઉતરશે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ  ૨૨મી જુલાઇના દિવસે ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન-૨ શ્રીહરિકોટાના લોંચ સ્થળથી ચંદ્ર સુધીની ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળી ગયા બાદ ભારતની સાથે સાથે વિશ્વભરમાં ઇસરોએ પોતાનો ડંકો વધાર્યો હતો. આજે ચન્દ્રયાન-૨ ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરવાની સાથે જ ૧૩૦ કરોડ ભારતીયો લોંચની સાથે જ ગર્વથી અને ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,

           શ્રીહરિકોટાથી લોન્ચિંગના ૨૯ દિવસ બાદ ચન્દ્રયાન-૨ ગઈકાલે સવારે ૯.૩૦ વાગે ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ભારતે અંતરિક્ષમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. ચંદ્રના ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળેલા ચંદ્રયાન હવે પોતાના મિશનથી માત્ર ૧૮૦૦૦ કિલોમીટરના અંતરે છે. ચંદ્રયાન સીધીરીતે ચંદ્ર તરફ ગયું નથી પરંતુ પૃથ્વી અને ચંદ્રની કક્ષાઓમાં ચક્કર લગાવીને આગળ વધી રહ્યું છે. આગામી સપ્તાહ ખુબ જ પડકારરુપ રહેનાર છે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોના કહેવા મુજબ ચન્દ્રયાન-૨ પર લાગુ કરવામાં આવેલી બે મોટરને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચન્દ્રની સપાટી પર પ્રવેશ કરી જતા હવે વૈજ્ઞાનિક ભારે ઉત્સાહિત છે. ચન્દ્રયાન-૨ ચન્દ્રની સપાટીમાં પ્રવેશ કરવાની સાથે જ કઠોર પરીક્ષામાંથી પસાર થનાર છે. ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરવાની સાથે સ્પેસ ક્રાફ્ટની સ્પીડ ધીમી કરવા માટે ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને ફાયર કરવામા ંઆવનાર છે.

         જેથી સ્પેસક્રાફ્ટ ચનવ્દ્રના ગુરૂત્વાકર્ષણ પ્રભાવમાં આવી શકશે. ચન્દ્રયાન -૨ના ચન્દ્રની સપાટીમાં પ્રવેશ કરવામાં આવ્યા બાદ ઇસરો કક્ષાની અંદર સ્પેસક્રાફ્ટની દિશામાં પાંચ વખત પરિવર્તન કરશે. ચન્દ્રયાન-૨ ખુબ મુશ્કેલ તબક્કામાંથી નિકવી જતા હવે રાહત થઇ છે. ત્યારબાદ ચન્દ્રના ધ્રુની ઉપરતી પસાર થઇને સૌથી પહેલા આશરે ૧૦૦ કિલોમીટરના અંતરના સૌથી અંતિમ કક્ષામાં પ્રવેશ કરી જશે. ત્યારબાદ વિક્રમ લેન્ડરને બીજી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રયાન-૨થી અલગ કરીને ચન્દ્રની સપાટી પર ઉતારી દેવામાં આવનાર છે.

(12:00 am IST)