Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પાકિસ્તાનના સિંધમાં હિન્દુઓના સ્મશાન ઉપર માફિયાઓનો કબ્જોઃ હિન્દુ આગેવાનોના ધરણાં

સિંધ :  પાકિસ્તાનના  સિંધ પ્રાંતમાં આવેલા હૈદ્રાબાદમાં હિન્દુઓની અંતિમ ક્રિયા માટે બનાવાયેલા સ્મશાનની જગ્યા ઉપર માફિયાઓએ કબ્જો કરીલીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ જેલ નજીક  આવેલ આ સ્મશાનગૃહની અમુક જમીન  ઉપર માફિયાઓએ કબ્જો કરી લેતા હિન્દુઓ પોતાના સ્વજનને  અગ્નિદાહ આપી શકતા નથી.

આ અંગે વિરોધ વ્યકત કરવા સ્થાનિક સમાચાર પત્ર મુજબ હિન્દુ આગેવાનો શ્રી વાલજી ઠાકુર, ડો. અમરશી ઠાકુર, તથા ડો. મોહન સહિતનાઓએ દેખાવો કર્યા છે. સ્થાનિક પ્રેસ કલબની બહારના ભાગ ઉપર દેખાવો માટે બેઠેલા  આ અગ્રણીઓએ ધરણાં શરૃ કર્યા છે. તેમના મત મુજબ આ માફિયાઓને પોલીસ તંત્રનો સાથ છે.

(9:05 pm IST)