Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમેરિકામાં ર૦ર૦ ની સાલ સુધીમાં ૯૦ હજાર ફીઝીશીઅન્શની તંગી વરતાશેઃ આ તંગી નિવારવા H-1B તથા J-1 વીઝા અરજીઓનો વહેલી તકે નિકાલ કરોઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને AAPI નો અનુરોધ

ન્યુયોર્કઃ  એક લાખની મેમ્બરશીપ ધરાવતા યુ.એસ. ના અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ  ઇન્ડિયન ઓરીજીન ( AAPI) એ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ H-1B તથા J-1  વીઝા અરજીઓનો વહેલી તકે નિકાલ કરવા અનુરોધ કર્યો છે.

AAPI પ્રેસિડન્ટ ડો. નરેશ પરીખએ ૧૮ ઓગ. ના રોજ ન્યુયોર્ક મુકામે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ઓફિસ ખાતે ઉદબોધન કરતાં જણાવ્યું હતું ક અમેરિકામાં ર૦ર૦ ની સાલ સુધીમાં ૯૦ હજાર ફીઝીશીઅન્શની

તંગી જોવા મળશે આ બાબતને ધ્યાને લઇને પણ પ્રેસિડન્ડ ટ્રમ્પએ મેડીકલ પ્રેકટીસ માટે આવતા વિદેશીઓને વહેલી તકે વીઝા મંજુર કરી દેવા જોઇએ.

ડો. નરેશ પરીખ ઉપરાંત અન્ય AAPI હોદેદારો ઇલે. પ્રેસિડન્ટ ડો. સુરેશ રેકી તથા ઇમી. પાસ્ટ પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમદરએ ઉદબોધન કર્યા હતા. 

AAPI મેમ્બર્સએ ૧૯ ઓગ. ના રોજ ન્યુયોર્કમાં FIA  આયોજીત ઇન્ડિયા ડે પરેડમાં પણ ભાગ લઇ ત્રિરંગો લહેરાવ્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)