Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળના પૂર પીડિતો માટે સીડી બની જનારા જૈસલ કેપીને મળશે ઇનામ

કોચી :કેરળમાં ચાલી રહેલા પૂર પ્રકોપમાં ફસાયેલી મહિલાઓ અને બાળકો માટે પોતે સીડી બનનાર માછીમાર જૈસલ કેપીની આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.   

   મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે તેને રોકડ ઇનામની સાથે સાથે નવું ઘર પણ મળી શકે છે. કેરળના મલપ્પુરમની પાસે તનૂરના ચપ્પાપડીમાં રહેતા 32 વર્ષીય જૈસલ માછીમાર છે અને 1 રૂમના ઘરમાં પત્ની 3 બાળકો સાથે રહે છે

(8:23 pm IST)