Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઉતરપ્રદેશના રાયબરેલીમાં પોલીસ ઇસ્પેકટરની હત્યા કરીને હત્યા કરનારાઓ ગુપ્તાંગ વાઢી ગયા

રાયબરેલીઃ ઉતર પ્રદેશના રાયબરેલીમાં પોલીસ ઇન્સ્પેકટરની હત્યા કરેીને હત્યા કરનારા શખ્સો ગુપ્તાંગ વાઢી જતા ખળભળાટ મચી ગયો છે.

રાયબરેલીમાં રાત્રીના આરામ કરી રહેલા પોલીસ ઇન્સ્પકટર ધર્મેન્દ્ર ગૌતમ પુત્ર ઘનશ્યામ ઉપર ટોળુ તુટી પડયું હતું તેની આંખો ઉપર પટ્ટી બાંધીને બીજા રૃમમાં બંધ કરી દીધો હતો અને હથીયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું.

આ ઘટના બાદ લોકોએ લખનૌ, અલ્હાબાદ, નેશનલ હાઇવે જામ કરી દીધો હતો. પોલીસે દોડધામ કરીને ટ્રાફીક વ્યવસ્થા પુર્વવત કરી હતી. મૃતક ઇન્સ્પેકટરના ભાઇની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરી છે.

(4:27 pm IST)