Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સ્કુલમાંથી વૃધ્ધાશ્રમની મુલાકાતે ગયેલ વિદ્યાર્થીનીને દાદી મળતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયાઃ માતા-પિતા કહેતા કે દાદી સંબંધીને ત્યાં રહેવા ગયા છે

મુંબઇઃ સોશ્યલ મીડીયામાં એક તસ્વીર વાયરલ થઇ છે જેમાં એક વૃધ્ધા સાથે સ્કુલ ડ્રેસ પહેરેલી વિદ્યાર્થીની બેઠી છે અને આ બંન્ને એકબીજાને મળતા હોય તેવા દ્રશ્યો છે.

આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ તસ્વીરમાં જે વેૃધ્ધા છે તે બાજુમાં બેઠેલ વિદ્યાર્થીનીના દાદી છે. વિદ્યાર્થીઓ સ્કુલમાંથી વૃધ્ધાશ્રમની મુલાકાતે ગઇ હતી. જયાં તેમના દાદીને જોઇ જતા આશ્ચર્યનો પાર ન હતો અને બંન્ને એક બીજાને ભેટીને ખુબ જ રડયા હતા. ત્યારે આ વિદ્યાર્થીનીને પોતાના દાદી અહીં વૃધ્ધાશ્રમમાં હોવાનું જાણવા મળતા ભારે દુઃખ થયું હતું.

આ વિદ્યાર્થીની જયારે તેના માતા-પિતાને દાદી વિષે પુછતી ત્યારે તેના માતા-પિતા તારા દાદી કોઇ સંબંધીને ત્યાં રહેવા ગયા છે તેમ કહીને બાત પુરી કરી દેતા. જયારે હકીકતમાં તેના માતા-પિતાએ જ દાદીને ઘરમાંથી હાકી કાઢીને વૃધ્ધાશ્રમમા મુકી આવ્યા હતા. આ અંગે ભારતીય ક્રિકેટર હરભજનસિંઘે ગુસ્સો વ્યકત કરીને વૃધ્ધાશ્રમમાં પોતાના માતા-પિતાને મુકી આવનાર વાલીઓ સામે રોષ ઠાલવ્યો હતો.

(4:26 pm IST)