Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મહારાષ્ટ્રના સિનીયર આઇએએસ અધિકારી દંપતીના જુવાનજોધ પુત્રએ આપઘાત કરી લીધાના એક વર્ષ બાદ જુડવા પુત્રીનો જન્મ

મુંબઇઃ મહારાષ્ટ્રના સીનીયર આઇએએસ દંપતી મિલીન્દ મહીશ્કર અને મનિષા મહિશ્કરના ર૦ વર્ષના પુત્ર મંથને જુલાઇ-ર૦૧૭માં આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ આ દંપતી ખુબ જ ડીપ્રેશનમાં હતું.

ત્યાર બાદ આ દંપતીએ અખબારમાં જાહેરાત વાંચીને આઇબીએફ અને સરોગસીનો સહારો લઇને ફરીવાર સંતાન માટે નિર્ણય કર્યો હતો. પ૦ વર્ષની ઉંમરે આ દંપતીએ માતા-પિતાનો નિર્ણય કર્યા બાદ તેમને ત્યાં ઓગષ્ટના પહેલા સપ્તાહમાં જુડવા દિકરીઓનો જન્મ થયો છે.

મનીષા મહિશ્કર હાલ રજા ઉપર છે અને તેમનું કહેવુ છે કે દિકરીઓના જન્મથી તેમને નવી તાકાત મળી છે અને નવા મહેમાનોના આગમનથી અમારા જીવનમાં સુર્યોદય થયો છે. મેડીકલ સાયન્સના કારણે આ શકય બન્યું છે.

(4:26 pm IST)