Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ટેક્ષ હેવન્સ દેશોમાં ભારતીયોના નાણામાં ધરખમ ધટાડોઃ રીપોર્ટ

૨૦૧૩-૨૦૧૭ વચ્ચે ૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો

નવીદિલ્હી, તા.૨૨: ભારતીય નાગરીકો દ્વારા ટેક્ષ હેવન દેશોમાં જમા કરતી રકમમાં સારો એવો ઘટાડો થતો જોવા મળ્યો અત્યંત ગોપનીયતા રાખવા અને ઓછા ટેક્ષ રેટ ધરાવતા દેશોમાં ભારતીયોની ડિપોજીટ અને નોન બેંક લોનમાં ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે ઘટાડો થતો જોવા મળ્યો છે. આ વાતનો ઉલ્લેખ કરીને વિશ્વભરના સેન્ટ્રલ બેંકોની ગ્લોબલ બોડી બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના ડેટા પર આધારીત સરકારી રીપોર્ટમાં છે.

એક સરકારી અધિકારી એ જણાવ્યું, સરકાર વિદેશમાં છુપાવીને રાખેલી બ્લેક મનીને દેશમાં લાવવા અંગે પ્રતિબંધ છે. અમે તેના માટે અનેક પગલા ઉઠાવ્યા છેફ જેમા નોટબંધી પણ સામેલ છે. તેના લીધે નવી બ્લેકમની જનરેશન પર રોક લાગી છે. સરકારી રીપોર્ટના જણાવ્યા મુજબ લગ્ઝમ વર્ગમાં ભારતીયોના નોન બેંક લોન અને ડિપોઝિટ ૬૨ ટકા ઘટાડો આવ્યો છે. ત્યા તેની તરફથી જમા કરેલી રકમ ૨૦૧૩ના ૨.૯ કરોડ ડોલરથી ઘટીને ૧.૧ કરોડ ડોલર રહેલી છે.

આ અધિકારીએ કહ્યું આ ટ્રેન્ડ એવા બીજા દેશોમાં પણ છે. અમને આશા છે કે સરકારે ઉઠાવેલ, પગલાથી અમે સિસ્ટમનો ખોટો ઉપયોગ કરનાર લોકોની ભાળ મેળવવા અને તેને કાયદાના દાવપંચમાં ફસાવામા સફળ રહીશું

બી.આઇ.એસ ના ડેટામાં ટેક્ષ હેવન્સ ઉપરાંત બ્રિટેન અને ફ્રાંસમાં ભારતીયોના ડિપોજિટ્સ પણ સામેલ છે જયાં સુધી બ્રિટેનની વાત છે તો ત્યા ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે ભારતીય નાગરીકોની ડિપોગીટ ૨.૭૩ અરબડોલરથી ૩૨.૨ ટકા ઘટીને ૧.૮૫ અરબડોલર રહી ગઇ છે. ફ્રાંસના જમા ઇન્ડિયન્સના નાણ્ય આ દરમ્યાન ૬૬.૩ ટકાના ભારે ઘટાડાની સાથે ૪૧.૯ કરોડ ડોલરની સરખામણીએ ૧૪.૧ કરોડ ડોલર રહી ગઇ છે. ગયા મહીને કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોપલે રાજયસભાને જણાવ્યું હતું કે સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પિયા ૨૦૧૭માં ૩૪.૭ ટકમ ઓછા થયા હતા. તેઓએ કહ્યું હતું કે  ૨૦૧૪માં મોદી સરકારના બાદથી ત્યાં ઇન્ડિયન્સના ડિપોઝિટ ૮૦ ટકાનો ઘટાડો થતો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગોપલે સંસદને એ વાત ત્યારે જણાવી જયારે મીડિયામાં એ અહેવાલ મળ્યા કે સ્વિસ બેંકોનો ભારત પ્રત્યે દેણદારીમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. તેમાં સ્વિસ બેંકોના ઇન્ડિયન બ્રાંચના કારોમાર અને તેની નોન ડિપોગીટ લાઇ બિલટી સામેલ હતી.(૨૨.૫)

 

(3:20 pm IST)