Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

માટીના બેકટેરિયા વડે ફંગલ ઇન્ફેકશન્સનો ઉપચાર

નવી દિલ્હી તા. રરઃ લોકોની ઉંમર વધવા ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને એન્ટિ-બાયોટિકસના વધતા વપરાશને કારણે ફંગલ ઇન્ફેકશન્સનું પ્રમાણ વધતું જાય છે. ફંગલ ઇન્ફેકશન્સ માટે હાલમાં ઉપલબ્ધ દવાઓની આડઅસરોને કારણે એ દવાઓની અસરકારકતા ઓછી રહે છે. એ દવાઓને કારણે માથાનો દુખાવો અને શરીર પર ચાંદાં પડવા ઉપરાંત લીવર અને કિડનીમાં જીવના જોખમ સમાન ઝેરી પદાર્થોની ઉત્પત્તિ જેવી આડઅસરો જોવા મળે છે ત્યારે ઇઝરાયલના સંશોધકોએ માટીના બેકટેરિયા વડે ફંગલ ઇન્ફેકશન્સનો ઉપચાર શકય હોવાનો દાવો કર્યો છે. બેસિલસ સબટિલિસ બેકટેરિયા કુદરતી રીતે ફંગલ ઇન્ફેકશનને રોકતો પદાર્થ પેદા કરતા હોવાનું ઇઝરાયલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટલેકનોલોજીએ પ્રકાશિત કરેલા અભ્યાસ 'ટેકિનયોન'માં જણાવવામાં આવ્યું હતું. બેસિલસ સબટિલિસ બેકટેરિયા ફંગલ ઇન્ફેકશનને રોકતો પદાર્થ પેદા કરે એવી ડ્રગ-થેરપીનું નવું મોડલ એટલે કે ટચૂકડી 'ફેકટરી' સંશોધકોએ બનાવી છે. સંશોધકોને ભવિષ્યમાં સોરાયસિસ, ખીલ, સોજા ચડવા અને કેન્સર જેવી બીમારીઓના ઉપચારો પણ નવા મોડલ દ્વારા મળવાની આશા જાગી છે. (૭.૩૧)

(3:19 pm IST)