Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઇમર્જન્સીમાં ઇન્ટરનેટ વિના મેસેજ મોકલી શકે એવું ડિવાઇસ તૈયાર કર્યું રાજસ્થાનની સ્ટુડન્ટે

જયપુર તા. રરઃ દેશમાં મહિલાઓ પર અત્યાચારના કેસમાં વધારો થઇ ગયો છે એવા સમયે રાજસ્થાનમાં બારમા ધોરણમાં ભરતી ૧૭ વર્ષની ભવ્યા અગ્રવાલે એક એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે કોઇપણ પ્રકારની ઇમર્જન્સીમાં ઇન્ટરનેટની મદદ વિના પણ મેસેજ મોકલી શકે. આ ડિવાઇસને ઘડિયાળ સાથે જોડી શકાય છે. જયારે પણ કોઇ હુમલો થાય કે કોઇ ખતરો દેખાય ત્યારે એ ડિવાઇસ તુરંત મેસેજ કરી શકે છે. તેણે આ ડિવાઇસ વિશે વડા પ્રધાનની ઓફિશ્યલ નો એપ પર પણ જાણકારી મોકલી છે, તેણે યુટયુબ પરથી જાણકારી મેળવીને આ ડિવાઇસ તૈયાર કર્યું છે. એમાં GPS, GSM મોડયુલ, ઓડિયો-રિસીવર અને ટ્રાન્સમિશનની સુવિધા છે અને ગમે તેવા ખરાબ વેધરમાં પણ તે કામ કરી શકે છે. (૭.૩૩)

(3:18 pm IST)