Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરલ જલપ્રલયમાં મલયાલમ ન્યૂઝ ચેનલોએ કમાલ કરી

આફત વખતે સકારાત્મક ભૂમિકા ભજવીને રાષ્ટ્રીય મીડિયાને પ્રેરણા આપી : પૂરગ્રસ્ત લોકો અને તંત્ર વચ્ચે ચેનલો સેતુ બની : ટીવી પડદે અફવાઓનું ખંડન થતું રહ્યું : મીડિયાની તાકાત દેખાડી

કોચી તા. ૨૨ : ૧પ ઓગસ્ટે જયારે દેશની બાકીની સમાચાર ચેનલો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહી હતી, ત્યારે મલયાલમ ન્યુઝ ચેનલોને મટક મારવાનો પણ સમય નહોતો. તેઓ રાજયના મોટા ભાગના હિસ્સામાં આવેલા અભૂતપૂર્વ પુર સંકટમાં રોકાયેલા હતા. આ કલ્પના ન થઇ શકે એવા મહાસંકટનું કવરેજ જો ખોટા હાથોમાં જાય તો તે વધુ મોટુ સંકટ બને તેવી શકયતાઓ હતી.

કેરળના સદનસીબે, રાજયની મલયાલમ ટીવી ચેનલોએ શાંતિ રાખીને પુરની કટોકટીનો સામનો ફકત સાચી રીતે, સંપૂર્ણ પરિપકવતા અને દેખાડા વગર કરવાનું નક્કી કર્યુ હતું. કોઇ પણ વ્યકિતએ પાણીમાં ડુબકી નહોતી લગાવી કે પાણીમાં પણ નહોતી ગઇ. અમારૂ કવરેજ સૌ પ્રથમ કે અને સૌથી પહેલા છીએ એવો કોઇ દેકારો પણ નહોતો કરાયો. બધી ચેનલોએ જવાબદારીને પ્રાથમિકતા આપી હતી.

દાખલા તરીકે ન્યુઝ ૧૮ મલયાલયે, ૧પ ઓગસ્ટે અર્જન્ટ એડીટોરીયલ મીટીંગમાં નક્કી કરીને તેમનો સંપૂર્ણ લેઆઉટ બદલી નાખ્યો હતો. તેમણે રેગ્યુલર બ્રેકીંગ ન્યુઝની લાઇનની જગ્યાએ માહિતી માટે ઘણી બધી લાઇનો ચાલુ કરી હતી.

આ મીટીંગમાં એક મોટો નિર્ણય એ લેવાયો હતો કે તેમણે ગુડન્યુઝ નામથી એક લાઇન શરૂ કરી હતી. જયારે આખુ કેરળ કણસી રહ્યું હતું. અને જુદા જુદા ડેમ તુટવાની અફવાઓ દાવાજળની જેમ ફેલાઇ રહી હતી ત્યારે આ ગુડ ન્યુઝ લાઇનર દ્વારા દર્શકોને સતત દરેક ડેમના જળસ્તરની માહિતી અને મોસમના વર્તારા અંગેની માહિતી અપાઇ રહી હતી. એક બીજી લાઇનમાં લોકો ગભરાવું નહી, સાવચેત રહેવું અને કેરળ સરકાર દ્વારા અપાતી ચેતવણીઓનું પ્રસારણ અપાતુ હતું.

સદીના મહાપુરમાં ફસાયેલા લોકોને મદદરૂપ થવાની વાતને દરેક ચેનલોએ અગ્રિમતા આપી હતી. મનોરમા ન્યુઝ, ન્યુઝ ૧૮ મલયાલમ, માતૃભૂમિ, એશીયાનેર, રીપોર્ટર લાઇવ, જયહિંદુ, કૌમુદી, જાનસ એન્ડ મીડીયા વન બધી ચેનલોએ આ આપતિમાં પોતાની સેવાઓ આપી હતી. મનોરથાના તંત્રીએ કહ્યું કે લોકો બેબાકળા થઇ ગયા હતા અને તેમની મદદ કોણ કરશે તે જાણતા નહોતા. અમે એક નંબર જાહેર કર્યો હતો. જેના પર તેઓ પોતાનો નંબર અમને આપીને બચાવ ટુકડીઓને આપવાનું કહેતા હતા. અમે તેમના ટુકડીઓએ આપવાનું કહેતા હતા. અમે તેમના લોકેશન નક્કી કર્યા હતા. અને પછી તે માહિતીઓ સી.એમ. ઓફીસમાં પહોંચાડતા હતા. બધી ચેનલોએ તેમની હેલ્પલાઇનમાં આવા હજારો કોલ મળ્યા હતા. જેની બધી માહિતી મોંધી લીધા પછી ઓથોરીટી અને બાવ ટુકડીઓને અપાતી હતી. રીપોર્ટર લાઇવના એક તંત્રીએ કહ્યું કે અમારી વેબ ટીમ બચાવ અને રાહત કામના કોર્ડીનેશનમાં એટલી વ્યસ્ત હતી કે અમારી વેબસાઇટ પણ અપડેટ નહોતી થઇ શકતી. આ ઘણુ મોટુ બલિદાન હતું કેમકે મીડીયા નેટવર્ક દરેક ઓનલાઇન કલીક ઘણી બધી આવક અપાવે છે.

૧૬મી ઓગસ્ટે ડેમની સ્થિતિ અંગેના ઘણો ખોટા સમાચારો ફેલાવા લાગ્યા હતા. ત્યારે ન્યુઝ ૧૮ ટીમે એક નવી લાઇન ચાલુ કરી જેમાં કયા સમાચારો ખોટા છે તેની માહિતી આપવાનું શરૂ કર્યુ. મનોરમાએ ક્રોસ રોકડ નામથી ખોટા સમાચારોની જાણ કરવાનું શરૂ કર્યુ હતું. (૨૧.૨૬)

(3:16 pm IST)