Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળમાં પૂરપીડિતની વ્હારે જનારા લોકોને મફત એર ટિકિટ અપાશે વિસ્તારા એરલાઇન્સ

કેરલમાં આવેલા પૂર સામે ઝઝૂમી રહેલા સ્થાનિક લોકોની ચિંતા હાલમાં આખો દેશ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય અનુસાર પૂર પીડિતોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ કડીમાં હવે વિસ્તારા એરલાઇન્સ પણ આગળ આવી છે. વિસ્તારા એરલાઇન્સે જાહેરાત કરી છે કે પૂર પીડિતોની મદદ માટે કેરલ જનારા લોકોને મફત એર ટિકીટ આપવામાં આવશે. કેરલમાં બચાવ અને રાહતનું મિશન પુરૂ થયા બાદ વાપસી પણ ટિકીટ પણ મફત આપવામાં આવશે. 

વિસ્તારા એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પૂર પીડિતોની મદદ માટે કેરલ જવા માટે ઇચ્છુક લોકોને એરલાઇન્સ નિ:શુલ્ક એર ટિકીટની સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ હેઠળ ડોક્ટર, નર્સ, ડિઝાસ્ટર મેનેજમેંટ એક્સપર્ટ, વોલેંટિયર, માન્યતા પ્રાપ્ત સંસ્થા અને રિલીફ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવ્યા છે

  . આ સ્કીમ હેઠળ વિસ્તાર એરલાઇન્સ રાહત અને બચાવ કાર્યમાં જોડાનારા પ્રતિનિધિઓને દિલ્હી અને ચેન્નઇથી તિરૂવઅનંતપુરમની નિ:શુલ્ક એર ટિકીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે

(1:32 pm IST)