Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

Vodafone એ પ્રતિદિવસ ૧.૫ GB ડેટાવાળા ત્રણ નવા પ્લાન કર્યા લોન્ચ

જીયોને આપશે ટકકર

ઙ્ગમુંબઇ, તા.૨૨: વોડાફોન ઇન્ડિયાએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ વેલિડિટી સાથે પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટાની સુવિધા આપવામાં આપી છે. આ ઉપરાંત પ્રતિદિન ૨૫૦ મિનિટ(૧૦૦૦ મિનિટ અઠવાડિયાની લિમિટ)લોકલ અને એસટીડી કોલિંગ સાથે ૧૦૦ એસએમએસ મફત આપવામાં આવી રહ્યા છે. ૧.૫ જીબી ડેટાવાળા પેકની શરૂઆત ૨૦૯ રૂપિયાની થાય છે.

વોડાફોનના આ ત્રણ પ્લાનની કિંમત ૨૦૯ રૂપિયા, ૪૭૯ રૂપિયા અને ૫૨૯ રૂપિયા છે. તેમની વેલિડિટી ક્રમશઃ ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૯૦ દિવસ રહેશે. ૨૦૯ રૂપિયાના પ્લાનમાં કુલ ૪૨ જીબી, ૪૭૯ રૂપિયાના પ્લાનમાં ૧૨૬ જીબી અને ૫૨૭ રૂપિયાના પ્લાનમાં કુલ ૧૩૫ જીબી ડેટા મળશે. હાલમાં આ પેકસ પસંદગીના સર્કલ્સમાં મળશે. ત્યાર બાદ અન્ય જગ્યાઓ પર લાગુ કરવામાં આવશે.

વોડાફોન થોડા દિવસ પહેલા ૫૪૭ રૂપિયા અને ૭૯૯ રૂપિયાવાળા બે નવા રજૂ કર્યા છે. ૫૪૯ રૂપિયાવાળા પેકમાં ગ્રાહકમાં ૩.૫ જીબી ડેટા દરરોજ મળે છે. જયારે ૭૯૯ રૂપિયાવાળાના પેકમાં વોડાફોન યુઝર્સને ૪.૫ જીબી ડેટા દરરોજ મળે છે. આ બંને પ્લાન્સની વેલિડિટી ૨૮ દિવસ છે.(૨૨.૩)

(11:40 am IST)