Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વેચવાનું છે કતારના શાહી પરિવારનું પ્લેન

કિંમત છે ૪૪.૯૧ કરોડઃ શાહી સગવડો

દોહા, તા.૨૨: કતરના શાહી પરિવારે તેમનું લકઝરી જેટ વેચવા કાઢવું છે. અને તેની કિંમત મૂકી છે ૫ મિલિયન પાઉન્ડ (લગભગ ૪૪.૯૧ કરોડ રૂપિયા). આટલી કિંમત સાંભળીને તમારી આંખો પહોળી થઇ ગઇ હશે! પણ, જયારે તમે આ જેટની ખૂબીઓ વિશે જાણશો તો તમને આ કિંમત જરાય વધારે નહીં લાગે.

 

આ પ્લેનને કન્ટ્રોલર વેબસાઇટ પ્લેન વેચવા માટેનું એક માધ્યમ છે.

આ બોંઇગ ૭૪૭-૮માં ૧૦ બાથરૂમ, બે ફલોર પર ફેલાયેલા લોન્જિસ અને આકર્ષક બેડરૂપ સ્યૂટ છે. વાદળી, સફેદ અને ગોલ્ડ રંગમાં રંગાયેલા આ પ્લેનમાં મેડિકલ સેન્ટર અને ભવ્ય ડાઇનિંગ રૂમ પણ છે. જે બોર્ડરૂમની પાસે જ બનાવાયો છે.

આ પ્લેન ૪૬૭ લોકોને બેસવા માટે બનાવાયું હતું, પણ કતરના શાહી પરિવારે જગ્યા વધારવા માટે મોટાભાગની સીટી કઢાવી નાખી હતી. હવે, તેમાં ૭૬ લોકો અને ૧૮ ક્રૂ મેમ્બર બેસી શકે તેટલી સીટ છે.

જો તમારે આ પ્લેન ખરીદવું હોય તો સ્વિટ્ઝરલેન્ડના AMACએરોસ્પેસનો સંપર્ક કરવો પડશે.(૨૨.૩)

(11:40 am IST)