Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પ્લાસ્ટિક સામે લડવા હોટેલની અનોખી સ્કીમ, 'પોતાના વાસણ લઇ આવો અને ડિસ્કાઉન્ટ મેળવો'

ચેન્નઇ તા.૨૨: સામાન્ય રીતે હોટલમાંથી પાર્સલ લઇ જતી વખતે ફુડ્સને પ્લાસ્ટિક કંટેનરમાં પેકિંગ કરવામાં આવે છે, જો કે ચેન્નઇની એક હોટલે આ પરંપરાને દૂર કરવા અને લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાના ઉપયોગથી  દૂર રહેવા પ્રેરણા મળે તે માટે અનોખી ડિસ્કાઉન્ટ સ્કિમની ઘોષણા કરી છે. જે અંતર્ગત ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

તામીલનાડુ સરકાર દ્વારા આગામી વર્ષે એક જાન્યુઆરી ૨૦૧૯થી પ્લાસ્ટિકની વસ્તુઓ પર પાબંદી લગાવવાની જાહેરાત કરી છે. ત્યારે ચેન્નઇની હોટેલ ઇન્ડસ્ટ્રીઝએ એક વખાણવાલાયક પગલું ભર્યું છે. ચેન્નઇ હોટેલ એસોસિએશનના અધ્યક્ષ એમ રવિએ કહયું કે, ' આ પગલું ભરવા પાછળનો ઉદ્દેશ્ય લોકો પ્લાસ્ટિક પર નિર્ભરતા ઓછી કરે તેવો છે.. જેથી એસોસિએશનમાં હાલમાં જ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે જે લોકો ફુડ્સ લેવા માટે પોતાના ઘરેથી વાણસ લઇ આવે છે. તેવા ગ્રાહકોને બીલ પર પ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.'

તમને કહી દઇએ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજયના મુખ્યમંત્રી ઇ પલાનિસામીએ આવતા વર્ષથી પ્લાસ્ટિકના ટોટલનો યુઝ પર ભાર આપતા પાબંદી લગાવવાની ઘોષણા કરી હતી. જો કે તેમણે બ્લેંકેટ બેન લગાવવાની ના પાડી છે. દૂધ, દહીં, તેલ અને દવાઓના પેકિંગ માટે ઉચ્ચ ગુણવતાનું પ્લાસ્ટિક બેન નહીં કરવામાં આવે.(૧.૬)

(10:30 am IST)