Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળમાં આવેલા પૂરથી એલચીમાં તેજીઃ માત્ર ૧૦ દિવસમાં ૩૦૦નો ઉછાળો

કોચી તા.૨૨: કેરળમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળતાં એલચીની બજારમાં આસમાની ઊંચા ભાવ જોવા મળી રહયા છે. વેપારીઓના કહેવા પ્રમાણે એલચીનો ૪૦ થી પ૦ ટકા જેટલો પાક બળી ગયો હોવાનો અંદાજ છે, જેને પગલે ભાવ છેલ્લા દસથી બાર દિવસમાં ૩૦૦ રૂપિયા વધી ગયા છે.

એમસીએકસ (મલ્ટિ-કોમોડિટી એકસચેન્જ) ખાતે એલચી વાયદો મંગળવારે વધીને ૧૪૦૦ રૂપિયાની નજીક પહોંચ્યો હતો. ૮ ઓગષ્ટે બેન્ચમાર્ક વાયદો નીચામાં ૧૦૮૯ રૂપિયા હતો જે મંગળવારે ઊંચામાં ૧૩૯૭ રૂપિયા પહોંચીને દિવસના અંતે ૧૩૫૫ રૂપિયાની સપાટી પર બંધ રહયો હતો. આમ સરેરાશ કિલોના ૨૫૦ થી ૩૦૦ રૂપિયાનો વધારો થયો છે.

એલચીના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે 'છેલ્લા ૧૪૦ વર્ષની સોૈથી મોટી કુદરતી આફત હોવાથી એલચી સહિતના અનેક પાકોને નુકસાન પહોંચ્યું છે. એલચીનું સોૈથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે અને પૂરથી આશરે ૫૦ ટકા પાક બળી ગયો હોવાનો અંદાજ છે. વળી આયાતી એલચીના ભાવ પણ ઊંચા છે. આગામી દિવસોમાં હેવ છેક દિવાળી સુધી એક પછી એક તહેવારો આવી રહયા હોવાથી અને આગળ ઉપર ભાવ વધુ ઊંચકારે એવી ધારણાએ સ્ટોકિસ્ટો હાલ મોટા પાયે ખરીદી કરી રહયા છે, જેને પગલે એલચીના ભાવ વધુ વધે એવી પણ ધારણા છે. વાયદો વધીને ૧૫૦૦ રૂપિયા પણ થઇ શકે છે.'(૧.૫)

 

(10:29 am IST)