Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પીએમ મોદીએ ઇમરાનખાનને લખેલ પત્ર જાહેર કરવો જોઈએ પાકિસ્તાન મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ નીતિ નથી :કોંગ્રેસનો આક્ષેપ

 

નવી દિલ્હી :કોંગ્રેસે સરકાર પર પાકિસ્તાન મુદ્દે સ્પષ્ટ નીતિ નહી રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે, સરકારે વડાપ્રધાન મોદી દ્વારા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને લખવામાં આવેલા પત્રને જાહેર કરવામાં આવવો જોઇએ. જેથી દરેક બાબત સ્પષ્ટ થઇ શકે

  વડાપ્રધાન મોદીના પત્ર સંદર્ભે પાકિસ્તાનને વિદેશી મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીનાં નિવેદન સંદર્ભે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, સમગ્ર મુદ્દે બે પક્ષ છે. શાહ મહમુદ કુરૈશી કહે છે કે ભારત સાથે વાતચીત બહાલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારતમાં સુત્રોનું કહેવું છે કે તેવી કોઇ રજુઆત કરવામાં આવી નથી

  તિવારીએ કહ્યું કે, સારૂ રહેશે કે વડાપ્રધાનના પત્રને જાહેર કરી દેવામાં આવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય.

  પાર્ટી  નેતા નવજોત સિંહ સિદ્ધુની ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા સંદર્ભે તિવારીએ કહ્યું કે, સવાલ નવજોતસિંહ સિદ્ધુનો નથી જે પોતાની વ્યક્તિગત્ત હેસિયતથી પાકિસ્તાનના વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ગયા હતા.

(12:00 am IST)