Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પીએમ મોદીએ ઇમરાનખાનને લખેલ પત્ર જાહેર કરવો જોઈએ પાકિસ્તાન મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ નીતિ નથી :કોંગ્રેસનો આક્ષેપ

 

નવી દિલ્હી :કોંગ્રેસે સરકાર પર પાકિસ્તાન મુદ્દે સ્પષ્ટ નીતિ નહી રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે, સરકારે વડાપ્રધાન મોદી દ્વારા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને લખવામાં આવેલા પત્રને જાહેર કરવામાં આવવો જોઇએ. જેથી દરેક બાબત સ્પષ્ટ થઇ શકે

  વડાપ્રધાન મોદીના પત્ર સંદર્ભે પાકિસ્તાનને વિદેશી મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીનાં નિવેદન સંદર્ભે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, સમગ્ર મુદ્દે બે પક્ષ છે. શાહ મહમુદ કુરૈશી કહે છે કે ભારત સાથે વાતચીત બહાલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારતમાં સુત્રોનું કહેવું છે કે તેવી કોઇ રજુઆત કરવામાં આવી નથી

  તિવારીએ કહ્યું કે, સારૂ રહેશે કે વડાપ્રધાનના પત્રને જાહેર કરી દેવામાં આવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય.

  પાર્ટી  નેતા નવજોત સિંહ સિદ્ધુની ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા સંદર્ભે તિવારીએ કહ્યું કે, સવાલ નવજોતસિંહ સિદ્ધુનો નથી જે પોતાની વ્યક્તિગત્ત હેસિયતથી પાકિસ્તાનના વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ગયા હતા.

(12:36 am IST)
  • ઇન્ડોનેશિયામાં મસ્જિદની અઝાનની ફરિયાદ કરનાર મહિલાને 18 મહિનાની જેલ સજા ફટકારાઇ : મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં વિવાદિત ઈશનિંદા કાનૂન અંતર્ગત દોષસિદ્ધનો મામલો : 44 વર્ષીય મેલીઆના જાતીય ચીની બૌદ્ધ છે તેણીએ પોતાના વિસ્તારમાં અઝાનનાં જોરશોરથી અવાજ મામલે ફરિયાદ કરી હતી access_time 12:50 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીની ચાર દિવસની વિદેશ યાત્રાએ રવાના :રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન જર્મન ચાન્સલર એન્જલા માર્કેલ સાથે મુલાકાત કરે તેવી શકયતા ;પ્રવાસી ભારતીયો અને વિદેશી મહાનુભાવોને પણ રાહુલ ગાંધી મળશે access_time 12:58 am IST

  • દિલ્હીના દૂરદર્શન ભવનમાં આગ :ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે :દિલ્હીના મંડી હાઉસ પાસે સ્થિત દૂરદર્શનના AC પ્લાન્ટમાં આગ લાગી :ફાયર ફાયટરો આગ બૂઝાવવાના કામમાં વ્યસ્ત :આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી access_time 8:33 pm IST