Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રિલાયન્સ ફાઉન્ડેશન કેરળની વ્હારે :મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ આપ્યા :50 કરોડની રાહત સામગ્રી મોકલી

કેરળમાં થયેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 373 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 10 લાખ લોકો રાહત શિબિરોના શર્ણાર્થી બન્યા છે. પુર પ્રભાવિત રાજ્યાની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

 ફાન્ડેશને કેરળમાં ઘણા બધા સ્તરો પર બચાવ, રાહત અને પુનર્વાસ કાર્યક્રમ શરૂ કર્યા છે. ફાઉન્ડેશનની તરફથી મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે. તે ઉપરાંત લગભગ 50 કરોડ રૂપિયાની રાહત સામગ્રી ફાઉન્ડેશનની તરફથી પ્રદેશમાં મોકલવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેયરપર્સન નીતા અંબાણીએ કહ્યું, કેરળમાં અમારા ભાઈ-બહેનો એક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. એવામાં એક જવાબદાર કોર્પોરેટ ફાઉન્ડેશન અને ભારતીય હોવાના સંબંધે અમારી જવાબદારી છે કે, અમે બચાવ, રાહત અને પુનર્વાસ માટે પ્રદેશની મદદ કરીએ. રિલાયન્સ ફાઉન્ડેશન પોતાની તરફથી કેરલ મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા આપી રહ્યું છે. મુશ્કેલ પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશન કેરળ સાથે ઉભું છે. પ્રદેશમાં જ્યારે સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જતી નહી ત્યાર સુધી અમે ત્યા કામ કરીશું.

તેમને આગળ કહ્યું, "2013માં જ્યારે ભૂકંપ અને પુરના કારણે ઉત્તરાખંડમાં તબાહી મચી હતી ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશને ખુબ ઓછા સમયમાં પોતાના કર્મચારીઓ અને કાર્યકર્તાઓને ત્યાં બચાવ અને રાહત કાર્ય માટે તૈયાર કરી લીધી હતી. અમારી ટીમે 2014માં જમ્મુ કાશ્મીર પુર, 2015માં નેપાળ પુર, 2015માં તમિલનાડૂ પુર, 2015માં મુંબઈ પુર અને 2016માં મરાઠાવાડમાં આવેલ દુષ્કાળમાં તત્પરતાથી કામ કર્યું છે."

 

(12:00 am IST)