Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

દેશના સાત રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક

જમ્મુ-કાશ્મીરમાં વ્હોરાના સ્થાને સત્યપાલ મલિક ,લાલજી ટંડનને બિહારના રાજ્યપાલ બનાવાયા, ઉત્તરાખંડનો હવાલો બેબી રાની મૌર્યને સોંપાયો,

નવી દિલ્હી :દેશના સાત રાજ્યોમાં નવા રાજ્યપાલોનો નિમણુંક કરાઈ છે રાષ્ટ્રપતિ ભવને સાત રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂકનો આદેશ બહાર પાડ્યો છે

 નોટિફિકેશન મુજબ જમ્મુ-કાશ્મીરમાં એનએન વોહરાના સ્થાને સત્યપાલ મલિક રાજ્યપાલનો કાર્યભાર સંભાળશે.તેઓ પહેલા બિહારના રાજ્યપાલ હતા.એનએન વોહરા 10 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ રહ્યા. તેમને રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ બન્યા બાદ રાજ્યપાલ બનાવાયા હતા તેમના સ્થાને લાલજી ટંડનને બિહારના રાજ્યપાલ બનાવાયા છે લાલજી ટંડન ઉપરાંત બેબી રાની અને સત્યદેવ આર્ય પહેલી વખત રાજ્યપાલ તરીકે નિમણૂક પામ્યા છે.

 ઉત્તરાખંડનો હવાલો બેબી રાની મૌર્યને સોંપાયો છે. સિક્કિમના રાજ્યપાલ તરીકેની જવાબદારી ગંગા પ્રસાદને સોંપાઇ છે. જ્યારે કે તથાગત રોયને મેઘાલયના રાજ્યપાલ બનાવાયા છે. ત્રિપુરામાં કપ્તાન સિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કે બિહારમાં સત્યદેવ નારાયણ આર્યને રાજ્યપાલ બનાવાયા છે.

(8:43 pm IST)