Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પીએમ મોદીએ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા ઇમરાનખાન સાથે મુલાકાત કરવી જોઈએ :શહીદ ઔરંગઝેબના પિતાની અપીલ

સિદ્ધુ પાકિસ્તાનમાં સેના પ્રમુખ સાથે તેમણે અમારી પણ મુલાકાત કરવી જોઈએ

જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલના શહીદ જવાન ઔરંગઝેબના પિતાએ પીએમ મોદીને ભાવુક અપીલ કરી છે. ઔરંગઝેબના પિતા મહમદ હનિફે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે બન્ને દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મુલાકાત કરવી જોઈએ.

   મહમદ હનિફે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે સિદ્ધુ પાકિસ્તાનમાં સેના પ્રમુખ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે અમારી પણ મુલાકાત કરવી જોઈએ.

 

(8:31 pm IST)