Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સિધ્ધુની વહારે ઇમરાનખાનઃ પાકિસ્તાનના નવનિયુકત વડાપ્રધાન ઇમરાનખાને શપથવિધિમાં હાજરી આપવા બદલ ટિવટર માધ્યમથી સિધ્ધુનો આભાર માન્યોઃ કાશ્મીર પ્રશ્નના શાંતિપૂર્ણ ઉકેલ માટે મંત્રણા કરવા તૈયારી બતાવી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નવનિયુકત વડાપ્રધાન ઇમરાનખાનની શપથવિધિમાં હાજરી આપવા ગયેલા તથા વિવાદમાં આવેલા પૂર્વ ક્રિકેટર અને કોંગી આગેવાનનો બચાવ ઇમરાનખાનએ કર્યો છે.

તેમણે શપથવિધિમાં હાજરી આપવા બદલ ટિવટર ઉપર સિધ્ધુનો આબાર માન્યો છે. તથા તેમને શાંતિના દૂત ગણાવ્યા છે. સાથોસાથ તેમણે કાશ્મીર પ્રશ્ન પણ શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા હલ કરવા તૈયારી બતાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)