Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને 25 લાખ રૂપિયા લાંચ પેટે આપ્યા

પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા મામલે વોન્ટેડ આરોપીનો મોટો દાવો: તેણે ઈ-મેલ થકી એસીબીને ફરિયાદ કરી હતી

મુંબઈ : પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા મામલે પકડાયેલા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અંગે એક આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. આ મામલે એક વોન્ટેડ આરોપીએ દાવો કર્યો છે કે, રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને 25 લાખ રૂપિયા લાંચ પેટે આપ્યા હતા

મીડિયા રિપોર્ટ અનુસાક, એડલ્ટ ફિલ્મ્સ બનાવવા મામલે અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફ યશ ઠાકુર પણ આરોપી છે.

તેણે ઈ-મેલ થકી માર્ચમાં એસીબીને ફરિયાદ કરી હતી. એપ્રિલમાં એસીબીએ આ ફરિયાદ મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસમાં મોકલી હતી. જોકે પોલીસ અધિકારીઓ આ મામલે કંઈપણ બોલી રહ્યાં નથી.

હાલમાં જ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. અરવિંદ શ્રીવાસ્તવની ફ્લિઝ મૂવીઝ નામની ફર્મ હતી. પોલીસે અરવિંદના 2 અકાઉન્ટ સીઝ કર્યા હતા, જેમાં 4.5 કરોડ રૂપિયા હતા. અરવિંદની કંપનીએ દાવો કર્યો હતો કે, પોલીસના ખબરીએ તેમની પાસે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી.

(11:26 pm IST)