Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ :ચિપલુન 10 ફૂટ પાણીમાં ડૂબ્યું :અકોલા અને કોલ્હાપુરમાં પુરના પાણી ઘુસ્યા : અનેક જિલ્લામાં રેડ એલર્ટ

અનેક ઘરોના પહેલા માળ ડૂબી ગયા. અનેક બસો ડૂબી ગઈ: આગામી કલાકોમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ, પુણે, કોલ્હાપુર અને સતારામાં ભારે વરસાદની આગાહી

મુંબઈ : મહારાષ્ટ્રમાં પાછલા અનેક દિવસોથી ભારે વરસાદના કારણે રત્નાગિરી, અકોલ અને કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં સ્થિતિ ખુબ જ ઝડપી રીતે બગડી રહી છે.

રત્નાગિરીના ચિપલુન શહેર લગભગ દસ ફિટ પાણીમાં ડૂબી ગયું છે. જ્યારે અકોલા અને કોલ્હાપુરના અનેક વિસ્તારોમાં ખુબ જ ઝડપી પુરનું પાણી અંદર ઘુસી રહ્યાં છે.

ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે બપોરે ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી કલાકોમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ, પુણે, કોલ્હાપુર અને સતારામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

 

રત્નાગિરી જિલ્લા હેઠળ આવનારા ચિપલુન અને ખેડ શહેરમાં પાણી આઠ-દસ ફૂટ સુધી પહોંચી ચૂક્યું છે જેનાથી અનેક ઘરોના પહેલા માળ ડૂબી ગયા છે. અનેક બસો ડૂબી ગઈ છે.

રાજ્યસભા સભ્ય વિનયસહસ્ત્રબુદ્ધેએ ચિપલુનની સમસ્યા પર ટ્વિટ કરતાં કહ્યું છે કે, “ગૃહ સચિવ અજય ભલ્લા જીથી મહારાષ્ટ્ર, રત્નાગિરી જિલ્લો અને ચિપલુનમાં આવેલા પુરની ગંભીર સમસ્યા પર વાત કરી છે.”

તેમના બચાવ અભિયાન માટે એનડીઆરએફ ટીમો અને પ્રભાવિત લોકોની મદદ કરવાનો આગ્રહ કર્યો છે. તેમને તત્કાલ પગલાઓ ભરવાનું આશ્વસન આપ્યું છે. કોંકણમાં રહેનારા લોકોની સલામતીની દુવા કરી રહ્યો છું.

(10:22 pm IST)