Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાષ્ટ્રીય પ્રકાશન સમૂહ પર રેડ અંગે સરકારે કહ્યું-એજન્સી પોતાનું કામ કરે છે ,સરકાર કોઈ હસ્તક્ષેપ કરતી નથી

વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટમાં કહ્યું -સત્ય પત્રકારિતાથી ડરી સરકાર, ગંગામાં લાશોને લઈને કોરોનાથી મોતોના સાચા આંકડાઓ દેશ સામે રાખનાર ભાસ્કર સમૂહ પર સરકારની દબિશ

નવી દિલ્હી : ઇન્કમ ટેક્સ વિભાગે ભારતના મુખ્ય મીડિયા સમૂહના અનેક ઠેકાણાઓ પર છાપામારી કરી છે. જે હિન્દીના મુખ્ય સમાચાર પત્રોમાંથી એક છે.સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેસ)ની પ્રવક્તા સુરભિ આહલૂવાલિયાએ ઈન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી પુષ્ટી કરી છે.

જોકે, તેમને તે બતાવ્યું નથી કે,આ  ઠેકાણાઓ પર આ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે. આ રેડને લઈને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકૂરે કહ્યું છે કે એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે અને સરકાર તેમાં કોઈ હસ્તક્ષેપ કરતી નથી.

ઈન્કમટેક્સ વિભાગની ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં સ્થિત ઓફિસો પર એક સાથે રેડ કરીને કાર્યવાહી કરી છે. ભાસ્કરના ભોપાલ સ્થિત ઓફિસ અને મેનેજમેન્ટના ઘર ઉપર પણ ટીમ પહોંચી છે.

રાષ્ટ્રીય પ્રકાશન સમૂહના  કર્મચારીઓ અનુસાર, “ઓફિસોમાં હાજર કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને તેમને ઓફિસ બહાર જવા દેવામાં આવ્યા છે.”

  રાષ્ટ્રીય પ્રકાશન સમૂહના  નેશનલ એડિટર લક્ષ્મી પ્રસાદ પંતે બીબીસીને જણાવ્યું કે, અમે આઈટી ટીમને કાર્યવાહી વિશે પૂછ્યું છે કે કોઈ જાણકારી આપી નથી.પંત કહે છે, મેં સ્વયં ત્રણ વખત અધિકારીઓને કાર્યવાહી પૂછ્યું પરંતુ કોઈ જાણકારી આપી નહીં.

  રાષ્ટ્રીય પ્રકાશન સમૂહના  પોતાની વેબસાઈટ પર પ્રકાશિત એક રિપોર્ટમાં કહ્યું છે- સત્ય પત્રકારિતાથી ડરી સરકાર, ગંગામાં લાશોને લઈને કોરોનાથી મોતોના સાચા આંકડાઓ દેશ સામે રાખનાર પર સરકારની દબિશ.

શું તેમની પત્રકારિતા માટે નિશાના બનાવ્યા છે, આ પ્રશ્ન પર પંત કહે છે, “અમે દરેક રાજ્યમાં સત્યને પ્રકાશિત કર્યું છે, સરકારે આનાથી અસહજ થઈ છે. પછી ભલે તે રાજસ્થાન હોય, મધ્ય પ્રદેશ હોય, ગુજરાત હોય અથવા બિહાર હોય. અમે તે જોયું નથી કે, સત્તામાં સરકાર કોની છે.

(7:04 pm IST)