Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

'મને અત્યારે કોલ કરો હું તમારા માટે કપડા ઉતારીશ' કરાર ઉપર સહી કરી દેવાની ના પાડતા રાજ કુંદ્રાએ મારા મોબાઇલ નંબર સાથે આવો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો'તોઃ પૂનમ પાંડેનો આક્ષેપ

નવી દિલ્હી: અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ દાવો કર્યો છે કે, ઉદ્યોગપતિ અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાએ 2019 માં એક કોન્ટ્રાક્ટ પર નાનો વિવાદ થયા બાદ તેનો નંબર લીક કર્યો હતો. પોર્ન કન્ટેન્ટ શૂટ કરવા અને પ્રકાશિત કરવાના આરોપમાં મુંબઇ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

પૂનમ પર આવ્યા ખોટા ફોન કોલ્સ
પૂનમે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા પણ કરી છે કે તેમની અસંમતિ બાદ પણ રાજે તેનો નંબર અને કેટલીક તસવીરો લીક કરી હતી. જે બાદ તેને કોલ આવી રહ્યા હતા જે તદ્દન અપમાનજનક હતા.

ધમકીઓ અને અપમાનનો સામનો કર્યો પૂનમે
એક વીડિયો સંદેશમાં, પૂનમ પાંડેએ કહ્યું, "જ્યારે મેં કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે મારો ફોન નંબર એક કેપ્શન સાથે લીક કર્યો, જેમાં લખ્યું હતું, કોલ મી નાઉ... આઇ વિલ સ્ટ્રીપ ફોર યૂ (મને અત્યારે કોલ કરો. હું તમારા માટે કપડા ઉતારીશ) તેણે મારા પર્સનલ નંબર સાથે આ મેસેજ જાહેર કર્યો અને ફેલાવ્યો. મને હજી પણ યાદ છે કે તે પછી મારો ફોનની રિંગ સતત વાગી રહી હતી. મને વિશ્વભરના કોલ્સ આવ્યા જેમાં ધમકીભર્યા મેસેજ પણ સામેલ છે.

છુપાઇ ગઈ હતી પૂનમ
પૂનમે વધુમાં કહ્યું કે, 'હું મારા ઘરે નહોતી. હું ઘર છોડી નીકળી ગઈ હતી. છુપાઈને રહેતી હતી. મને યાદ છે, હું થોડા મહિના તે સમયે એક ઓરન નામની જગ્યા છે, ત્યાં પસાર કર્યા હતા. થોડો સમય અન્ય જગ્યાએ પસાર કર્યો હતો. હું માત્ર આ ભયમાં હતી કે મારી સાથે કંઈક થઈ જશે. મને જે રીતના મેસેજ આવતા હતા કે હું જાણું છું તમે ક્યાં છો, હું તેમ સમયે થોડી ભયભીત થઈ હતી.

રાજ કુન્દ્રાએ વકીલોની વાત પણ સાંભળી ન હતી
પૂનમે કહ્યું, મારા વકીલોના ઇનકાર કરવા છતાં, હું આ નિવેદન આપી રહી છું કે, જો રાજ કુન્દ્રા મારી સાથે આવું કરી શકે, હું તો હજી પણ એક જાણીતી હસ્તી છું, તો બીજા લોકો સાથે શું થઈ રહ્યું હશે. તેનો ફુલ સ્ટોપ ક્યાં છે, તે જજ કરવું શક્ય નથી. તેથી જ હું તમને રિક્વેસ્ટ કરું કે તે તમામ છોકરીથી કે તમે પ્લીઝ બહાર આવો અને તમારી સાથે પણ આવું કંઈ પણ થયું છે તો તમારો અવાજ ઉઠાવો.

(5:13 pm IST)