Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોની યુવતિઓને પણ મળશે ડોમિસાઇલ સર્ટીફીકેટ

પ્રમાણપત્ર નિયમોમાં ૭ મો કલોઝ જોડી અધિસુચના જાહેર કરાઇ

જમ્મુ,તા. ૨૨: જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ પ્રમાણપત્રધારકથી લગ્ન કરનાર મહિલા કે પુરૂષને પણ હવે ડોમિસાઇલ સુવિધા મળશે. સામાન્ય તંત્ર વિભાગે આ અંગેના નવા નિયમની અધીસુચના જાહેર કરી દીધી છે. જે હેઠળ પ્રદેશમાં ડોમિસાઇલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા પર બીજા રાજ્યના મહિલા કે પુરૂષ પણ ડોમિસાઇલ પ્રમાણપત્ર મેળવી સરકાર નોકરી અને અન્ય સુવિધાઓ માટે પાત્ર થશે.અગાઉ નિર્ધારિત સમય સુધી પ્રદેશમાં સેવાઓ દેવા અને વિદ્યાર્થીઓ માટે નિર્ધારીત નિયમો હેઠળ જ ડોમિસાઇલ સર્ટીફીકેટનું પ્રાવધાન હતું. કલમ ૩૭૦ અને ૩૫-એ હપ્પા છતા લગ્ન બાદ જમ્મુ-કાશ્મીરીમાં રહેતી અન્ય રાજ્યની યુવતિનઓ માટે સ્પષ્ટ નિયમ  ન હતા. તેમના બાળકોને જમ્મુ-કાશ્મીરમાં સંપતિ અથવા નોકરીના અધિકાર મળતા ન હતા. કલમ ૩૫-એ હેઠળ જમ્મુ-કાશ્મીર ધારાસભાને નાગરિકતા પરિભાષીત કરવાનો હક હતો. જેમાં નાગરિકોને રોજગાર અને સંપતિના વિશેષ અધિકાર હતા.

(11:58 am IST)