Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ભારતમાં ૩૦ લોકોની જાસૂસીનો ખર્ચ પપ.૮૭ કરોડ રૂપિયા

પેગેસસ જેવા સ્પાયવેરનો ઉપયોગ કરવો જેવા તેવા માટે શકય નથી

નવી દિલ્હી તા. રરઃ કોઇની જાસૂસી માટે પેગેસસ જેવા સ્પાયવેરના ઉપયોગમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. મોટા દેશની સરકારો જ આ ખેલ ખેલી શકે છે એક રિપોર્ટ અનુસાર, સ્પાયવેર બનાવતી ઇઝરાયેલી કંપની એનએસઓ ર૦૧૬માં તેને ઇન્સ્ટોલ કરવા માટે જ પ લાખ ડોલર (લગભગ ૩.૭ર કરોડ રૂપિયા) લેતી હતી. આઇ ફોનના ૧૦ યુઝર્સની જાસૂસી માટે ૪.૮૪ કરોડ રૂપિયા, બ્લેક બેરીના પ યુઝર્સ માટે ૩.૭ર કરોડ રૂપિયા અને સીબીયનના પ યુઝર્સ માટે ર.ર૩ કરોડ રૂપિયા ચાર્જ હતો. વધારાના ૧૦૦ યુઝર્સ માટે પ.૯૬ કરોડ, પ૦ યુઝર્સ માટે ૩.૭ર કરોડ અને ર૦ વધારાના યુઝર્સ માટે ૧.૧૧ નો ચાર્જ અલગથી થતો હતો. ભારતમાં જે ૩૦૦ લોકોની જાસૂસીની વાત કહેવાઇ રહી છે તેના માટેનો ખર્ચ લગભગ પપ.૮૭ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

પેગાસસ સ્પાયવેર બનાવતી કંપની એનએસએનો દાવો છે કે આ સ્પાયવેર આતંકવાદીઓ પર નજર રાખવા અને આતંકી ઘટનાઓને રોકવાના ઉદ્દેશથી વિકસીત કરાયું છે. જો કે ભારત સરકાર તેની ગ્રાહક છે કે નહીં તેની પુષ્ટી નથી થઇ.

(11:57 am IST)