Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મુંબઈમાં ભારે વરસાદ : લોકલ ટ્રેન સેવા પર લાગી બ્રેક :અનેક ટ્રેનને રોકી દેવાઈ :રેડ એલર્ટ જારી

કેટલાય રેલવે સ્ટેશનમાં પાટા પર પાણી ભરાયા : ભારે વરસાદ ચાલુ

મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઘણા શહેરોમાં વરસાદનો સિલસિલો સતત જારી છે. મુંબઈમાં બુધવારે ભારે વરસાદ થયો. હવામાન વિભાગે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા 'રેડ એલર્ટ' જારી કર્યું છે.

ભારે વરસાદને લઈ અમ્બેરમાલી રેલવે સ્ટેશન અને કસારા વચ્ચે મુંબઈ લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે  પાટા પર પાણી ભરાવાના કારણે જગતપુરી અને ખારદી વચ્ચે પણ ટ્રેન સેવા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે ઠાણે જિલ્લામાં અમ્બેરમાલી અને કસારા સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાના કારણે રાતે સવા દસ વાગ્યાથી મધ્ય રેલવેના ખારદી અને જગતપુરી સ્ટેશનો વચ્ચે રેલ સેવા નિલંબિત કરવી પડી છે

મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારે જણાવ્યું કે લાંબી દૂરીની રેલગાડીઓમાં પુણે-દરભંગા સ્પેશિયલ અને સીએસએમટી-વારાણસી સ્પેશિયલનો સમય બદલવો પડ્યો. મંગળવારથી બુધવારે રાતે દસ વાગ્યા સુધી કસારામાં 207 મિલીમીટર (મિમી) વરસાદ થયો જેમાંથી 45મિમી એક કલાકમાં પડ્યો.

(11:07 am IST)