Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ગેસ એજન્સીઓની મનમાની હવે નહી ચાલે

ગ્રાહકોને મળી રાંધણગેસ એજન્સી બદલવાની સુવિધા

પહેલા તબક્કામાં એક જ કંપનીની એજન્સીમાં થઇ શકશે ટ્રાન્સફર

નવી દિલ્હી, તા.૨૨: સરકારે ઘરેલુ ગેસ એટલે કે એલપીજી ઉપભોકતાઓને મોટી રાહત આપી છે, હવે ગ્રાહક જો વર્તમાન ગેસ એજન્સીની કામગીરીથી સંતુષ્ઠ ના હોય તો તે બીજી એજન્સીમાં પોતાનું કનેકશન ટ્રાન્સફર કરાવી શકે છે. હાલ તો એક જ કંપનીની એજન્સીમાં કનેકશન ટ્રાન્સફરની સુવિધા મળશે. પહેલા તબક્કામાં સરકારે ચંદીગઢ, પુણે, રાંચી, કોઇમ્બતુર અને ગુડગાંવમાં આ સુવિધા શરૂ કરી છે. ટુંક સમયમાં તેને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ તરૂણ કપૂરે પત્રકારોને જણાવ્યું કે અત્યારે તો અને પ્રાયોગિક ધોરણે  શરૂ કરવામાં આવ્યું છે જેથી એલપીજી ગ્રાહકોને સર્વિસ આપવા બાબતે ગેસ એજન્સીઓ સતર્ક બની શકે તેમણે કહયું કે  સરકારની ઇચ્છા આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની છે એટલું જ નહીં પણ જો બધું બરાબર ચાલશે તો પછી ગ્રાહકોને બીજી કંપનીની એજન્સીમાં પણ ટ્રાન્સફરની સુવિધા મળશે. તેમનું માનવું છે કે આનાથી ગેસ એજન્સીઓ વચ્ચે સેવાની ગુણવત્તા સુધારવા માટે હરિફાઇ વધશે જે ગ્રાહકો માટે સારૂ પગલું બનશે.

(11:06 am IST)