Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

IRCTC : ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે ?

નવી દિલ્હી,તા. ૨૨ : IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરતી વખતે કયારેક એવું પણ થાય છે કે બેન્ક એકાઉન્ટમાંથી નાણા તો કપાઇ જાય છે. પણ ટિકિટ બુક નથી થતી આવી સ્થિતીમાં તમારે શું કરવું જોઇએ ? શું તમને રિફન્ડ મળશે. જો રિફન્ડ મળશે તો કેવી રીતે અને એમાં કેટલો સમય લાગશે.

IRCTCનું એ પર કહેવુ છે IRCTC પર ઓનલાઇન પેમેન્ટમાં ગ્રાહકના ઇન્ટરનેટ બેન્ડવિથ, બેન્કોની આઇટી પ્રણાલી અને પેમેન્ટ ગેટવેની વચ્ચે ટેકિનકલ અને ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્કિંગ ઇન્ટિગ્રેશનના જટિલ નેટવર્ક અથવા વિલંબ ટ્રાન્ઝેકશન પુરૂ થતાં પહેલા પેમેન્ટ ફેઇલ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતીમાં એકાઉન્ટમાંથી નાણા કપાઇ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી. આવું ત્યારે થાય છે, જ્યારે કોઇ યાત્રી બુકિંગના સમયે કોઇ બર્થની પસંદ કરે છે, પણ બર્થ ઉપલબ્ધ ન થવાને કારણે ટિકિટ બુક નથી થઇ શકી. નેટવર્કનું ફેલ થવું પણ એક કારણ હોય શકે છે. આવી સ્થિતીમાં આગામી દિવસે ગ્રાહકનાં નાણા બેન્કને પરત મોકલી દેવામાં આવે છે. બેન્ક એના નાણા એ ગ્રાહકના એકાઉન્ટમાં જમા કરી દે છે. જે ખાતામાંથી બુકિંગ કરવામાં આવે છે. અને એમાં બે -ત્રણ કામકાજના દિવસનો સમય લાગે છે.

(10:29 am IST)