Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજસ્થાન રાજકીય મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો

હાઇકોર્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં ગયા સ્પીકર : કોર્ટે તુરત સુનાવણીનો ઇન્કાર કર્યો : પહેલા રજીસ્ટ્રીમાં જવા કહ્યું : સ્પીકર ઉવાચ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો અધિકાર મારો છે : કોર્ટ ચંચુપાત કરી ન શકે

નવી દિલ્હી, તા. રર :  રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશી કોંગ્રેસના ૧૯ વિદ્યાયકોને અયોગ્ય ગણાવવાના નોટીસ મામલે સુપ્રિમકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું, મેં મારા વકીલને સુપ્રીમમાં વિશેષ મંજુરીની અરજી આપવાનું કહ્યું છે કારણે આપણે એક રાજકીય સંકટ તરફ વધી રહ્યા છીએ.

તેઓએ કહ્યું, અમે રાજકીય સંકટ તરફ વધ્યા તે પહેલા મેં એ યોગ્ય સમજયું કે સુપ્રીમમાં અરજીદાખલ કરવામાં આવે. જોશીએ કહ્યું હું આશા રાખું છું કે કોરોના સંક્રમણ છતાં આ સંવૈધાનિક સંકટને જોઇને સુપ્રિમ આ અરજીને ધ્યાનમાં લેશે. જેથી એ નકકી થાય કે એક ઓથોરિટી તેમની ભૂમિકાઓનું નિવેદન સંવૈધાનિક વ્યવસ્થા હેઠળ કરી શકે.

જો કે આજે સવારે સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે આજે જ આ મામલાની સુનાવણી કરવાની અપીલ કરી તો ચીફ જસ્ટિસે તેનો ઇન્કાર કરી દીધો તેઓએ કહ્યું કે તમે રજીસ્ટ્રારની સામે રજુ કરે તે જ કહેશે. ચીફ જસ્ટીસે કહ્યું કે રજિસ્ટ્રી પાસે થી જ માલુમ પડશે કે કયારે સુચિબદ્ધ થશે.

રાજસ્થાનનું રાજકીય સંકટ હવે સુપ્રિમ કોર્ટના દરવાજે પહોંચ્યું છે. વિધાનસભા સ્પીકર સી. પી. જોષીનું કહેવું છે કે કોઇ ધારાસભ્યને નોટીસ આપવી કે તેને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર વિધાનસભાના સ્પીકર પાસે હોય છે જયાં સુધી હું કોઇ નિર્ણય ન લઉ કોર્ટ તેમાં કોઇ ચંચુપાત કરી શકે નહિ. એવામાં હાઇકોર્ટના નિર્ણયને લઇને તેઓ સુપ્રિમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશન કરશે. સી. પી. જોષીએ કહયું છે કે, હજુ માત્ર ધારાસભ્યોને નોટીસ જ આપી છે કોઇ નિર્ણય લીધો નથી.

તેમણે કહયું છે કે કોઇ ધારાસભ્યને અપાત્ર ઠેરવવાનો અધિકાર સ્પીકરનો હોય છે. જયાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઇ તેમાં દખલ દઇ ન શકે. અમે સંસદીય લોકતંત્રનું પાલન કરીએ છીએ. અમે સુપ્રિમની ગાઇડ લાઇન્સનું પાલન કર્યુ છે માત્ર નોટીસ આપી છે ફેંસલો નથી લીધો. જો અમે કોઇ ફેંસલો કરીએ તો કોર્ટ રિવ્યુ કરી શકે છે. અમારી અપીલ છે કે સ્પીકરના કામમાં હસ્તક્ષેપ થવો ન જોઇએ. હું હાઇકોર્ટના આદેશને સુપ્રિમમાં પડકારીશ કારણ કે કોર્ટ સ્પીકરના કામમાં ચંચુપાત કરી ન શકે.

(3:38 pm IST)