Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

તામિલનાડુમાં સેંટિગો માર્ટિન સામે ઇડીની મોટી કાર્યવાહી: લોટરી કિંગ પાસેથી 61 ફલૅટ અને 88 પ્લોટ્સ જપ્ત કર્યા

સેંટિગોએ કહ્યુ હતુકે, 595 કરોડ તેને જથ્થાબંધ વેપારીઓ દ્વારા પ્રાઈઝ વિનિંગ ટિકિટોની હેરાફેરીમાટે અપાયા હતા

તામિલનાડુમાં ઈડીએ પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સેંટિગો માર્ટિન સામે કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિ લોટરી કિંગના નામે જાણીતો છે. ઈડીની કાર્યવાહી આ વ્યક્તિના સહયોગી પર કરવામાં આવી છે. આ દરમ્યાન ઈડીએ 61 ફલેટ્સ અને 88 પ્લોટ્સ જપ્ત કર્યા છે.

આ પ્લોટ્સમાં 6ની કિંમત 119.6 કરોડ રૂપિયા છે. આ વર્ષનાં મે મહિનામાં પણ લોટરી કિંગની સામે ઈડીએ છાપેમારી કરી હતી. જેમાં તેની 595 કરોડ રૂપિયાની જાહેર ન કરેલી આવકની જાણ થઈ હતી. ત્યારબાદ સેંટિગોએ કહ્યુ હતુકે, 595 કરોડ રૂપિયા તેને જથ્થાબંધ વેપારીઓ તરફથી પ્રાઈઝ વિનિંગ ટિકિટોની હેરાફેરી કરવા માટે આપવામાં આવ્યા હતા. માર્ટિને તેની સાથે 600 કરોડ રૂપિયા પોતાને આપ્યા હોવાની વાત પણ કરી હતી.

મે મહિનામાં આઈટી વિભાગે તેનાં કોયંબતુર, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી સહિત દેશનાં 70 અડ્ડાઓ પર છાપેમારી કરી હતી. આ કાર્યવાહીમાં લગભગ 8 કરોડ રૂપિયાની બિનજાહેર રોકડ મળી હતી. આ દરમ્યાન આયકર વિભાગના હાથે હીરા અને ઝવેરાત પણ આવ્યા હતા. માર્ટિન કોયંબતૂરથી જ અમુક રાજ્યોમાં સરકારી લોટરીનું કામ જોતો હતો. પાછલા બે વર્ષોમાં તેણે એડવાન્સ ટેક્સની ચૂકવણી કરી ન હતી. જેને કારણે તે આયકર વિભાગનાં નિશાના પર હતો અને તેની પર કાર્યવાહી કરવાનું મુખ્ય કારણ પણ બન્યુ હતુ.

(8:56 pm IST)