Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પાણી અને હિલિયમ-૩ પર પણ ભારતની નજર

હિલિયમ-૩નો ચંદ્ર પર ભંડાર

શ્રીહરિકોટા, તા. ૨૨ : ચીન અને અમેરિકાની જેમ જ ભારતની નજર પણ ચંદ્રના સાઉથ પોલ ઉપર મળનાર પાણી અને હિલિયમ-૩ ઉપર કેન્દ્રિત થઇ છે. ચંદ્રના સાઉથ પોલમાં મળનાર પાણી અને હિલિયમ-૩ પર ભારતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એમ માનવામાં આવે છે કે, ચંદ્ર ઉપર હિલિયમ-૩નો ભંડાર એક મિલિયન મેટ્રિક ટન સુધી હોઈ શકે છે. આ ભંડારના માત્ર એક ચતુર્થાંસ હિસ્સાને જ જમીન ઉપર લાવી શકાય છે. આનાથી આશરે ૫૦૦ વર્ષ સુધી જમીનની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરી શકાય છે. ઇસરોના ચેરમેન શિવને થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, જે દેશની પાસે ઉર્જાના આ સોર્સ હિલિયમ-૩ને ચંદ્રથી જમીન પર લાવવાની ક્ષમતા રહેશે તે સમગ્ર પ્રક્રિયા ઉપર રાજ કરશે. તેઓ આ પ્રક્રિયાનો હિસ્સો બનવા ઇચ્છુક નથી બલ્કે આનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે.

(7:38 pm IST)