Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સંસ્કૃત વિના ભારતને પૂર્ણરૂપે જાણવુ અસંભવ : મોહન ભાગવત

નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વડા મોહન ભાગવતે કહ્રયું કે, સંસ્કૃત ભાષા વિના ભારતને પૂર્ણ રૂપે જાણવું અસંભવ છે. ભાગવતએ દાવો કર્યો કે, ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકર સંસ્કૃત ન શીખવાના કારણે દુૅંખી હતા. અમને લાગતું હતું કે, જો એ સંસ્કૃત ભાષા જાણતા હોત તો ભારતની માનસિકતાને સારી રીતે સમજી શક્યા હોત.

નાગપુરમાં કવી કુલગુરૂ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમમાં મોહન ભાગવતએ કહ્રયું, ૅસંસ્કૃત ભાષાને ન શાખી શકવાના કારણે જ બાબાસાહેબને ભારત જાણવા માટે તથા ભારતની પરંપરાઓને સમજવા માટે પશ્ચિમિ લેખકોએ સંસ્કૃત ગ્રંથોના કરેલા અનુવાદિત પુસ્તકોનો સહારો લેવો પડ્યો હતો.ૅ

મોહન ભાગવતએ આગળ કહ્રયું કે, ૅઆ પશ્ચિમી લેખકોએ સંસ્કૃત ગ્રંથોનો કેટલો સાચો અનુવાદ કર્યો હશે એ વાતમાં કેટલું તથ્ય છે તે હવે જોવું જ રહ્રયું. અને લગભગ એટલા માટે જ બાબાસાહેબ કહેતા હતા કે, તેઓ સંસ્કૃત ભાષી શીખ્યા હોત તો ભારતની માનસિકતાને વધુ સારી સમજી શક્યા હોત.ૅ

એમણે કહ્રયું કે, ૅભારતીય ભાષા પર અંગ્રેજી ભાષાનો -ભાવ વધી રહ્રયો છે અને એટલા માટે જ આજની પેઢીના બાળકો ભાષાના ઘણા શબ્દોને જાણતા નથી.ૅ(

(4:13 pm IST)