Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કેરળમાં પણ કર્ણાટક જેવી હાલત : કોંગી સાંસદો ભાજપના સંપર્કમાં

રાજયના કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્યો છેલ્લાં કેટલાક દિવસોથી સતત કેન્દ્રના ભાજપના નેતઓની સાથેના સંપર્કમાં છે

કોચ્ચિ, તા. ૨૨: કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને રાજગના સહયોગી પી સી જ્યોર્જે દાવો કરતા જણાવ્યુ છે કે રાજ્યના કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્યો ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સતત સંપર્કમા છે તેથી કદાચ કેરળમા પણ કોંગ્રેસની કર્ણાટક સરકાર જેવીહાલત થાય તેવી શકયતા છે.

 

આ અંગે તેમણે વધુમા જણાવ્યુ હતુકે કેરળમા પણ કર્ણાટક જેવો બળવો થઈ શકે તેમ છેય જોકે કંોં્ંગ્રેેસે પુંજર મત વિસ્તારના આ ધારાસભ્યના દાવાને ફગાવી દેતા જણાવ્યુ છે કે તેઓ મીડિયામા ચમકવા માટે આવી નિવેદનબાજી કરી રહ્યા છે. આવી કોઈ શકયતા કે વાત જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોર્જની કેરળ જનપક્ષમ સેક્યુલર પાર્ટી તાજેતરમા જ રાજ્યમા ભાજપના નેતૃત્વવાળા એનડીએમા  સામેલ થઈ છે. તેમણે એવા સમયે આવો દાવો કર્યો છે કે જ્યારે કર્ણાટક અને ગોવામા તેમના ધારાસભ્યોએ પક્ષ પલટો કરતા કોંગ્રેસની સરકારને મોટો આંચકો અનુભવાયો છે.

બીજી તરફ કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સાથી પી સી જ્યોર્જ તરફથી દાવો કરવામા આવી રહ્યો છે કે રાજ્યના કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્યો છેલ્લાં કેટલાંક દિવસોથી સતત કેન્દ્રના ભાજપના નેતાઓ સાથેના સંપર્કમા છે ત્યારે જો આ દાવો સાચો હોય તો કેરળમા પણ કર્ણાટકની જેમજ કોંગ્રેસની સરકાર સામે નવી આફત ઉભી થઈ શકે  તેમ છે. હાલ તો જ્યાર્જના આવા દાવાથી કેરળમા રાજકારણ ગરમાયુ છે પણ બીજી તરફ કોૅગ્રેસ તરફથી પણ દાવો કરવામા આવી રહ્યો છે કે ખરેખર આવી કોઈ વાત જ નથી માત્ર અફવા ફેલાવવામા આવી રહી છે.

બીજી તરફ આ મામલે અપની પાર્ટાની પ્રદેશ કમિટીની બેઠક બાદ કોટ્ટાયમમા જ્યોર્જે પત્રકારોને જણાવ્યુ હતુ કે મને જાણવા મળ્યુ છે કે રાજ્યમા કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્યો છેલ્લાં કેટલાંક દિવસોથી ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે તેથી મને લાગે છે કે આ તમામ સાંસદો અને ધારાસભ્યો કદાચ પક્ષપલટો કરી ભાજપમા સામેલ થઈ શકે તેમ છે  અને જો આ વાત સાચી ઠરે તો કર્ણાટક બાદ કેરળમા પણ હવે કોંગ્રેસના સભ્યો આ રીતે બળવો કરી શકે તેમ છે જોકે આ બાબતનો કોંગ્રેસ તરફથી ઈનકાર કરવામા આવી રહ્યો છે અને માત્ર આવી અફવા ફેલાવવામા આવી રહી હોવાનુ જણાવે છે ત્યારે હાલ કેરળમા પણ રાજકારણ ગરમાયુ છે બીજી તરફ આજે કર્ણાટકમા શુ થાય છે તેના પર પણ તમામ પક્ષોની મીટ મંડાયેલી છે.

(4:09 pm IST)