Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સેન્સેકસમાં વધુ ૩૦૦ થી વધુ પોઇન્ટનું ગાબડુ : નીફટી ૧૧૩૦૦ : ભારે વેચવાલી

બેંક-રીયલ્ટી-EMCG સેકટરમાં ધૂમ વેંચવાલી :ડોલર સામે રૂપિયો ૬૯

મુંબઇ, તા. રર : ભારતીય રિઝર્વ બેન્કે કેટલીક ધિરાણકાર બેન્કો તકલીફમાં હોવાનું જણાવતાં સતત ત્રીજા સેશનમાં ભારતીય

ઈકિવટી માર્કેટ દ્યટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ગયા સપ્તાહે બે મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યા બાદ આજે ફરીથી સેન્સેકસ અને નિફટીમાં દ્યટાડા તરફી હવામાન જોવા મળ્યું હતું.

આજે બપોરે ૨.૧૫ વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેકસ ૩૧૧ પોઈન્ટ્સ ગગડીને ૩૮,૦૨૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફ્ટી ૮૧.૪૫ પોઈન્ટ્સ દ્યટીને ૧૧,૩૪૩ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે ૦.૮૭ ટકા અને ૧.૩૯ ટકા દ્યટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે ફાઈનાન્સ, બેન્ક, રિયલ્ટી, FMCG શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જયારે મેટલ, એનર્જી અને ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી.હાલમાં RBI નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓનું મોનિટરિંગ કરી રહી છે. ગયા સપ્તાહે FPI પર સુપરરીચ સરચાર્જને કારણે શેરબજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર જોવા મળી હતી.

(4:07 pm IST)