Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

દિલ્હીની એક મહિલાએ ગુજરાતના વરિષ્ઠ IAS સામે બીજી પત્નિ હોવાનો કર્યો દાવોઃ ઠગાઇનો આરોપ

તિરૂપતિ બાલાજીમાં લગ્ન કર્યાનો અને ધમકી આપી હોવાની ફરિયાદ

નવી દિલ્હીની,તા.૨૨: એક મહિલાએ ગુજરાતના એક વરિષ્ઠ IAS અધિકારી સામે બહુપત્નીત્વ, વિશ્વાસદ્યાત, ઠગાઈ તેમજ ગુનાઈત ઈરાદાની અરજી કરી છે. આ મહિલાનો દાવો છે કે તે આ ત્ખ્લ્ અધિકારીની બીજી પત્ની છે. મહિલાની ફરિયાદની અરજી પહેલા ૧૧ જુલાઈના રોજ દિલ્હી પોલસની મહિલા સેલને આપવામાં આવી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર પોલીસને ૧૭ જુલાઈના રોજ ફોરવર્ડ કરાઈ હતી.

મહિલાનો આરોપ છે કે આ IAS અધિકારીએ તેની સાથે તિરુપતિ બાલાજીના મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. મહિલાનું કહેવું છે કે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ આ અધિકારીએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. ફરિયાદીએ એવો આક્ષેપ પણ કર્યો છે કે IAS અધિકારીએ તેને ધમકી આપી હતી કે જો તે પોલીસ પાસે ગઈ તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે.

આ કેસ સાથે સંકળાયેલા ગુજરાતના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાની અરજીને સેકટર-૭ પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી છે. આ મામલે વિગતે તપાસ કર્યા બાદ આગળના પગલાં લેવામાં આવશે. જેમની સામે ફરિયાદ થઈ છે તે વરિષ્ઠ IAS અધિકારી આરોગ્ય વિભાગમાં કામ કરે છે. સૂત્રોનું કહેવું છે કે મહિલાએ સરકારને પણ આ મામલે ફરિયાદ કરી છે. મહિલાએ આપદ્યાતની ધમકી આપતા આ મામલો જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ડ સુધી પહોંચ્યો હતો.

પોતાની અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે, IAS અધિકારી ૨૦૧૭ના અરસામાં મેકિસકો હતા, ત્યારે સોશિયલ મીડિયા દ્વારા તેઓ સંપર્કમાં આવ્યા હતા. અધિકારીએ પોતે પહેલી પત્નીને ડિવોર્સ આપવાના છે તેવી વાત કરી મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે દિલ્હીની એક હોટેલમાં પોતાની છૂટાછેડાની પિટિશન બતાવી જાન્યુઆરી ૨૦૧૮માં તેમણે લગ્નની વાત કરી હતી. અધિકારીએ સોફ્ટ ડ્રિંકમાં ઘેનની દવા નાખી પોતાના વાંધાજનક ફોટોગ્રાફ પણ લીધા હોવાનો મહિલાનો દાવો છે. આ ઘટના બાદ અધિકારીએ જો પોતે તેની સાથે લગ્ન નહીં કરે તો આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની મહિલાને ધમકી આપી હતી. આખરે અધિકારી મહિલાને તિરુપતિ બાલાજી મંદિર લઈ ગયા હતા, અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ તેની સાથે લગ્ન કર્યા હતા. મહિલાનો દાવો છે કે, લગ્ન બાદ તેણે એક બાળકીને જન્મ પણ આપ્યો છે. તેનું એવું કહેવું છે કે દીકરીના જન્મથી IAS ગુસ્સે ભરાયા હતા, કારણકે તેમને દીકરો જોઈતો હતો. અધિકારીએ પોતાને ઊંદ્યની દવાનો ઓવરડોઝ આપ્યો હોવાનો પણ ફરિયાદી મહિલાનો આક્ષેપ છે.

(3:58 pm IST)