Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગત વર્ષમાં કાશ્મીરમાં આતંકી હિંસા વધી

૨૦૧૭માં ૨૦૮ આતંકી ઠાર કરાયેલ : ૨૦૧૮માં ૨૩૩નો સફાયો : ૬૯૭ આતંકી ઘટનાઓ બની

શ્રીનગર : રાજ્યના ક્રાઇમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક રીપોર્ટમાં બહાર આવ્યુ છે કે ૨૦૧૮નું વર્ષ ૨૦૧૭ કરતા વધુ હિંસક રહ્યુ હતુ કેમ કે ગયા વર્ષની  ૫૦૩ આતંકવાદી ઘટનાઓ સામે ચાલુ વર્ષ ૬૯૭ ઘટનાઓ જોવા મળી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે ૨૦૧૭માં ૨૦૮ની સામે ૨૦૧૮માં ૨૩૩ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

રિપોર્ટ અનુસાર ,  બોમ્બ બ્લાસ્ટ અને ગ્રેનેટ ફેકવાના  બનાવોમાં વધારો  થયો હતો. ૨૦૧૭ માં આવા ૨૦ બનાવો બન્યા હતા. જ્યારે ૨૦૧૮માં આ પ્રકારના  બનાવોની સંખ્યા વધીને  ૮૨ પર પહોંચી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવાયુ  છે કે આતંકવાદીઓની ધરપકડનો આકડો ઘટ્યો છે, ૨૦૧૭માં તે ૮૪ હતો જે ઘટીને ૨૦૧૮માં પ૨ થયો હતો.

રિપોર્ટમાં ેમ પણ કહેવામાં આવ્યુ છે કે  એન્કાઉન્ટર દરમ્યાન ૨૦૧૮માં ૬૮ નાગરિકોના મોત થયા હતા. અને ૧૧૬ને કાયમી ઈજાઓ થઇ હતી. જે ૨૦૧૭માં ૭૮ મોત અને ૧૭૨ કાયમી ઈજાઓ કરતા ઓછી સંખ્યા છે. ૨૦૧૭માં એન્કાઉન્ટર દરમ્યાન ૮ સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ૨૦૧૮માં ૬ સૈનિકો શહીદ થયા હતા. જ્યારે પોલીસ કર્મચારીઓના મૃત્યુમાં વધારો જોવા મળ્યો હતો. જે  ૨૦૧૭માં  ૩૦ હતો જ્યારે ૨૦૧૮માં ૫૨ હતો. જ્યારે અન્ય સુરક્ષાકર્મીઓનો મૃત્યુઆંક ૨૦૧૭માં પરની સામે ૨૦૧૮માં ૩૪ હતો.

(3:55 pm IST)