Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જસ્ટીસ અકિલ કુરેશી : કેન્દ્ર તરફથી સમય માંગવામાં આવ્યો : હવે બીજી ઓગષ્ટે સુનાવણી

જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશના ચીફ જસ્ટીસ નિમવા બાબતે ગુજરાત હાઇકોર્ટ બાર એસો.ને કરેલ સુપ્રિમમાં રીટ પીટીશનમાં નવી બીજી ઓગષ્ટની મુદત પડી છે. સરકાર તરફથી સોલીસીટર જનરલશ્રી તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મેટર સરકારની વિચારણા હેઠળ પેન્ડીંગ છે અને સૂચના મેળવવા માટે થોડા વધુ સમયની જરૂર છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી ફલ્ત નરીમાને કહ્યું હતું કે એમઓપી હેઠળ કેન્દ્ર સરકાર આ નિર્દેશોનું પાલન કરવા નિયુકત થયેલ માધ્યમ માત્ર છે.

(3:54 pm IST)