Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

યુપી-બિહારના લોકોની આવક ઓછી પણ ટેક્ષ વધુ ભરે છેઃ દિલ્હી-હરિયાણામાં લોકોની કમાણી વધુ

આંધ્ર-ગુજરાત-કર્ણાટક-પંજાબ-તામિલનાડુમાં ર૦૧૬-૧૭માં પ્રતિ આવક ૧ લાખથી વધુ હતીઃ સામાન્ય લોકોને જીએસટી, વેટ, એકસાઇઝ, સ્ટેમ્પ ડયુટી, પરિવહન કર ચુકવવો પડે છેઃ દિલ્હીમાં લોકોની આવક ૩૦૦૭૯૩ તો પ્રતિ વ્યકિત કરભાર માત્ર ૧૮૭૬ર

લખનૌ તા. રર : દેશમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વ્યકિતદીઠ આવક બીજા રાજ્યોથી ઘણી ઓછી છે. તેમ છતાં, આવકની સરખામણીમાં કરનો દર સૌથી વધારે છ.ે બન્ને રાજ્યોના લોકો માથા દીઠ આવકના ર૦ ટકાથી વધારે કર ચૂકવે છ.ે તેની સામે દિલ્હી અને હરિયાણાની માથાદીઠ આવક સૌથી વધારે છે જ્યારે આવકની સામે કરનોદર ત્યાં સૌથી ઓછો છ.ે

નાણા વિભાગના આંકડાઓ અનુસાર, ર૦૧૬-૧૭માં યુપીમાં પ૦૯૪ર રૂપિયાની માથા દીઠ આવક સામે ૧૧ર૩૯ રૂપિયા માથા દીઠ ટેક્ષ આપવો પડયો હતો. જે કુલ આવકના રર.૦૬ ટકા હતો. આજ રીતે બિહારમાંં માથા દીઠ આવક ૩૪.૪૦૯ હતી અને માથા દીઠ કર ૮૧૯૧ આપવો પડયો હતો.

માથા દીઠ વધુ આવકવાળા રાજ્યોમાં લોકો પર કરબોજ ઓછો છે. ર૦૧૬-૧૭ માં હરિયાણામાં માથા દીઠ આવક ૧,૮૦,૧૭૪ રૂપિયા હતી જ્યારે કરબોજ ૧૮,૪૩૩ રૂપિયા હતો. જયારે મહારાષ્ટ્રમાં માથા દીઠ આવક ૧,૬પ,૪૯૧ રૂપિયા સામે કરબોજ ૧૬૮રપ હતો. જે અભ્યાસમાં સામેલ ૧પ રાજ્યોમાં સૌથી ઓછો હતો દેશના સૌથી સાક્ષર રાજ્ય કેરળમાં માથા દીઠ આવક ૧,૬૩,૪૭પ રૂપિયા હતી. જયારે કરબોજ ર૦,૦૯૦ રૂપિયો હતો.

આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, પંજાબ, તમિલનાડુમાં પણ ર૦૧૬-૧૭ માં માથા દીઠ આવક ૧ લાખથી વધારે હતી. આ રાજ્યોમાં માથા દીઠ કરબોજ ૧ર ટકા જ હતો. રાજસ્થાન, ઓરિસ્સા, આસામ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં માથાદીઠ આવક ૬૭ હજારથી ૯૩ હજાર વચ્ચે હતી અને કરબોજ ૧ર થી ૧૯ ટકા હતો. છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીની માથા દીઠ આવક દેશની સરેરાશ કરતા ત્રણ ગણી છ.ે ર૦૧૬-૧૭ માં દિલ્હીમાં માથા દીઠ આવક ૩,૦૦,૭૯૩ રૂપિયા અને કરબોજ ૧૮૭૬ર  રૂપિયા હતો. બજેટ નિષ્ણાંત લહરી યાદવના મતે, યુપી અને બિહાર આર્થિક રીતે અત્યંત પછાત છે. આના કારણે જ ત્યાંના લોકોને ઓછી આવક હોવા છતા વધારે કર આપવો પડે છે. અહિં વિકાસ થશે તો પરિસ્થિતી બદલી શકશે.

રાજ્ય આવક સામે કરની ટકાવારી

બિહાર       ર૩.૮૧

યુપી         રર.૦૬

ઝારખંડ      ૧૯.૧પ

કેરળ        ૧ર.ર૯

ગુજરાત     ૧૦.રર

હરિયાણા    ૧૦.ર૩

મહારાષ્ટ્ર     ૯.૮૪

દિલ્હી        ૬.ર૬

(1:24 pm IST)