Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જમ્મુ-કાશ્મીરમાં કમોસમી વરસાદ વધુ ૧૫ દિવસ પડશે : સ્વીસ વેધર એજન્સીનો અહેવાલ

કલાઇમેન્ટ ચેન્જની વિશેષ અસર કાશ્મીર સહિત એશિયાના વિવિધ ભાગોમાં થશેઃ કમોસમી વધુ વરસાદને લિધે પાકને નુકશાન થવા સંભવ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં વરસાદી દિવસોમાં વધારો થઇ શકે છે. ઈન્ડિયન હિમાલયાસ કલાઇમેન્ટ એડેપ્શન પ્રોગ્રામ (આએચસીએપી) નામનો વિકાસ અને સહકાર માટેનો સ્વીસ એજન્સીનો આ પ્રોગ્રામ છે. જેના રીપોર્ટમાં કહેવાયુ છે કે  ૨૦૩૦ સુધીમાં હિમાલયના વિસ્તારોમાં સરેરાંશ વરસાદી દિવસોમાં ૫ થી ૧૦ દિવસનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પૂર્વ ભાગમાં આ વધારો ૧૫ થી વધારે દિવસોનો હોઇ શકે છે.

રીપોર્ટમાં કહેવાયુ છે કે રોજના સરેરાંશ વરસાદમાં ૧-૨ મીમી નો વધારો થઇ શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે  કમોસમી  વરસાદના કારણે ખેડુતોએ પોતાનો સમગ્ર પાક ગુમાવવો પડે તેવુ  પણ શકય છે. હવામાનમાં ફેરફારના કારણે પાક ઉત્પાદનને અસર થશે અને ઉષ્ણતાપમાનમાં વધારાના કારણે પાકોનો સમયગાળો ઘટશે અને પાક ઓછો ઉતરશે. 

૨૦૧૯ દરમ્યાન ,  કરાના તોફાન અને ઝડપી  પવનોના કારણે કાશ્મીરમાં પાકોને ભારે નુકશાન થયુ હતુ. જમ્મુ વિસ્તારમાં આના કારણે કેરીઓના પાકને  નુકશાન થયુ હતુ.  કુલગામ અને બારામુલ્લા જીલ્લાઓમાં કરાના તોફાનો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા.  રિપોર્ટમાં કહેવાયુ  છે કે વાતાવરણમાં ફેરફારો સૌથી વધારે અસરો કાશ્મીર સહિત એશિયામાં થશે. જેવી રીતે દુકાળની ખરાબ અસરો થાય છે તેવી જ રીતે કમોસમી વરસાદમાં  પણ નુકશાન કરે જ છે.

(1:23 pm IST)