Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉતરકાશીના 133 ગામમાં 218 બાળકનો જન્મ: એકપણ છોકરી નહીં !! :તપાસનો આદેશ અપાયો

ઉત્તરાખંડમાં બેટી બચાવ અભિયાનના લિરા ઉડ્યા :કન્યા ભ્રૂણ હત્યાનીઆશંકા :

ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ત્રણ મહિનામાં લગભગ 133 ગામમાં મહિલાઓએ 218 બાળકોને જન્મ આપ્યો છે આ  બધી મહિલાઓએ પુત્રને જન્મ આપ્યો હતો, એક પણ મહિલાના ઘરે બાળકી નથી જન્મી!

બાળકીઓની ઘટી રહેલી સંખ્યા વચ્ચે ઉત્તરકાશી જિલ્લાનો આ બનાવ 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાનના લિરા ઉડાડનારો છે પ્રસુતિના રિપોર્ટ પછી સામે આવેલા આંકડાઓથી સરકારનું મહેસૂલ અને સ્વાસ્થ્ય વિભાગ પરેશાન છે. આ મામલે જિલ્લા તંત્રએ તપાસના આદેશ આપ્યા છે

  સ્વાસ્થ્ય  વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઉત્તરકાશીમાં છેલ્લા ત્રણ મહિનામાં 133 ગામમાં 218 બાળકોનો જન્મ થયો છે. જોકે, આમાંથી એક પણના ઘરે દીકરીનો જન્મ ન થતાં કન્યા ભ્રૂણ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારી ચોપડે સ્ત્રી-પુરુષનો રેશિયો બગાડતો આ બનાવ સામે આવ્યા બાદ જિલ્લા તંત્રમાં ભૂકંપ આવી ગયો છે

   આ મામલાની ગંભીરતા જોઈને સ્વાસ્થ્ય વિભાગ તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તપાસના આદેશ આપ્યા છે. સરકારી આંકડા બાદ હરકતમાં આવેલા મુખ્યમંત્રીએ પણ કંઈક ગરબડ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે તેમણે તપાસના આદેશ કરતા આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(12:51 pm IST)