Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

'પુરૂષ અને સ્ત્રી વચ્ચેના દરેક સંબંધને દુષ્કર્મ ગણી ન શકાય, પરિણીત મહિલાને કોર્ટે દોષિત ઠેરવી

સગીર ઉપર રેપનો આરોપ મૂકનાર મહિલા ખોટી ઠરીઃ કોર્ટે કહ્યું... કિશોર તો સગીર છે તુ સગીર નથી, સંબંધનું પરિણામ તને ખબર હોવી જોઇએ

ગુરુગ્રામ, તા.૨૨: દુષ્કર્મના કિસ્સામાં ભાગ્યે જ જોવા મળતો ચુકાદો ગુરુગ્રમાની જુવેનાઈલ કોર્ટે આપતા દુષ્કર્મના કેસમાં પરણિત મહિલા દ્વારા લગાવવામાં આવેલ દુષ્કર્મના આરોપને નકારી કાઢતા સગીર કિશોરને નિર્દોષ છોડી મકયો છે. આ સાથે જુવેનાઇલ બોર્ડે પરણિત મહિલાને જ ૧૭ વર્ષના સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જવાબદાર ગણાવી કહ્યું કે સગીર સાથે લગ્ન કરવાની તેની આશા પર પાણી ફરી વળતા મહિલાએ ખોટો દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.

 

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ સગીરને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતા પૂરાવા નથી આપી શકયો. સગીર આરોપીને તમામ આરોપથી મુકત કરતા ગુરુગ્રામના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ મગલેશ કુમાર ચૌબેએ કહ્યું કે, 'પુરુષ અને સ્ત્રી વચ્ચેના દરેક સંબંધને દુષ્કર્મ તરીકે ન ગણાવી શકાય.'

અહેવાલો અનુસાર કોર્ટે કહ્યું કે, 'સગીર કિશોરનો આ કિસ્સામાં કોઈ દોષ જણાતો નથી. મહિલા પોતે વિવાહિત છે અને તેણે જ કિશોરને સંબંધ બાંધવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાય છે. જોકે કોર્ટે આ સાથે મહિલા વિરુદ્ઘ કોઈ કાર્યવાહી કરવાની પણ ના પાડી હતી.' કોર્ટે આગળ કહ્યું કે મહિલા પોતે સગીર નથી તેથી તેને જાણ હોવી જોઈએ કે શારીરિક સંબંધોનું પરિણામ શું હોઈ શકે છે. તેમજ સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે મહિલા અને સગીર બંને એકબીજાને ઘણા લાંબા સમયથી જામતા હતા.'

અહેવાલો અનુસાર મહિલા સૌથી પહેલા ૨૦૧૭માં જયારે નોકરીની શોધમાં ગુરુગ્રામ આવી ત્યારે પહેલીવાર કિશોરને મળી હતી. મહિલા પોતે કિશોર સાથે લગ્ન કરવા માગતી હોય તેણે તેની સાથે પહેલા શારીરિક સંબંધ બાંધ્યો અને એક મહિના તેમના સંબંધ બાદ કિશોર સાથે લગ્ની ઇચ્છા વ્યકત કરી. જોકે કિશોરના પરિવારના વિરોધના કારણે મહિલાના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું.

જોકે ફરિયાદી મહિલાએ ત્યારબાદ મહિલા કમિશન અને પોલીસમાં ફરિયાદ કરતા બંને દ્વારા મહિલા અને કિશોરના પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હત્યું જોકે થોડા સમય પછી કિશોરના પરિવારે સમાધાનમાંથી હાથ પર ખેંચીને રુ. ૧ લાખની માગણી કરી હતી. જેના વિરોધમાં મહિલાએ કિશોર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.

આવું જ થોડા સમય પહેલા દિલ્હીમાં બન્યું હતું જયારે કોર્ટે મહિલા દ્વારા દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવેલ એક વ્યકિતને એ આધારે છોડી મુકયો હતો કે જયારે બંને વચ્ચે સંબંધ હતા ત્યારે મહિલા પોતે પણ મેચ્યોર હતી અને સમજી શકતી હતી કે તેમની વચ્ચે આ શું થઈ રહ્યું છે. ઉપરાંત ઘટનાની ફરિયાદ પણ બહુ મોડી ૨૦૧૬માં કરવામાં આવી હતી જયારે મહિલાએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે ૨૦૦૮ની છે. આટલા વર્ષ મહિલા કેમ ફરિયાદ કરવા ન આવી તેના પર કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

(10:32 am IST)