Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બીજેપી ડાકુઓની પાર્ટી છે, ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા કયાંથી આવ્યા ? : મમતા બેનરજી

કોલકત્તા, તા. રર : લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકત્તામાં એક રેલીને સંબોધી હતી. સ્વાભાવિક રીતે જ મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, રેલીમાં સમર્થકોને આવતા રોકવા માટે ભાજપના કાર્યકરોએ ટ્રેનને અટકાવી રાખી છે. જેના કારણે હજી હજારો લોકો રેલીમાં પહોંચી શકયા નથી.

મમતા બેનરજીએ કહ્યું હતું કે, ભાજપ ડાકુઓની પાર્ટી છે. ભાજપ જણાવે કે ચૂંટણી લડવા માટેના કરોડો રૂપિયા કેવી રીતે તેની પાસે આવી રહ્યા છે.

સાથે-સાથે તેમણે કહ્યુ઼ હતું કે, તમામ પાર્ટીઓમાં ડાબેરી પાર્ટીઓ સૌથી ખરાબ છે. કારણ કે તેના કાર્યકરો અને ગુંડાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે.

મમતા બેનરજીની પહેલા તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, પાર્ટીના કાર્યકરો જ અમારી તાકાત છે અને હું ભાજપને પડકાર આપું છું કે, ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી લડે. હું તેમને દરેક ચૂંટણીમાં હરાવી શકું છું.

૧૯૯૩માં લેફટ સરકારના કાર્યકાળમાં થયેલા ફાયરીંગમાં કોંગ્રેસના ૧૩ કાર્યકરો માર્યા ગયા હતા. આ ઘટનાને રર જુલાઇએ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(10:05 am IST)