Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અરૂણાચલમાં ભૂકંપના આંચકા અટકતા જ નથી 14 કલાકમાં ભૂકંપનાં બે મોટા આંચકા આવ્‍યા

અરુણાચલ પ્રદેશનાં પૂવ}ય કામેંગ જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારે 4 વાગ્યેને 24 મિનિટે ફરી 5.5 રીક્ટર સ્કેલની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનાં કારણે લોકો ઉંઘમાંથી ઉઠી ગયા હતાં અને પોતાનાં ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપનાં કારણે જાનમાલનાં નુકશાનનાં હાલ અહેવાલ પ્રાપ્ત થયા નથી. અરુણાચલ પ્રદેશમાં 14 કલાકમાં ભૂકંપનાં બે મોટા આંચકા અનુભવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે બપોરે 2 વાગ્યેને 52 મિનિટે પૂવ}ય કામેંગ જિલ્લામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનાં આંચકા ગુવાહાટી સહિત અસમનાં કેટલાક ભાગ તથા નાગાલેન્ડમાં પણ અનુભવાયા હતાં.

(8:37 am IST)