Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પશ્ચિમ બંગાળમાં ભાજપની લડાઇ સામાજિક પરિવર્તન માટેની : દિલીપ ઘોષ

નવી દિલ્લીઃ  ભાજપના પ. બંગાળના પ્રદેશ પ્રમુખ અને લોકસભાના સાંસદ દિલીપ ઘોષે જણાવ્યુ હતુ કે  ભાજપ પશ્ચિમ બંગાળમા રાજકીય પરિવર્તન જ નહી, પરંતુ સામાજીક પરિવર્તનની લડાઇ લડે છે. મમતા બેનર્જી કહેતા હતા કે તેઓ દાર્જીલીંગને સ્વીટઝરલેન્ડ, દીઘાને ગોવા, અને કોલકતાને લંડન બનાવશે પરંતુ આજે તેમણે પશ્ચિમ બંગાળને અફઘાનીસ્તાન બનાવી દીધેલ છે.

દિલીપ ઘોષ  અને નેશનલ યુનિયન ઓફ જર્નાલીસ્ટ ઇન્ડિયા અને પ્રભાત પ્રકાશન દ્વારા સંયુકત રીતે  પ્રકાશીત દસ્તાવેજ રીપોર્ટ બિલ્ડીંગ બંગાળના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે મમતા બેનરજી પર આરોપ લગાવ્યો હતો.

(12:00 am IST)