Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગઃ સેના પ્રમુખની મંજુરી

પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંગનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શકયતા છે, જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે

નવી દિલ્હી, તા.૨૨: ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અપીલને જનરલ બિપિન રાવતે મંજુરી આપી દીધી છે. તેઓ પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શકયતા છે. જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે.

૩૮ વર્ષીય ધોનીએ શનિવારે પોતાના સંન્યાસ અને વેસ્ટઇન્ડિઝની મુલાકાત પર ન જવાનાં કયાસ પર વિરામ લગાવતા ટીમ માટે બે મહિના સુધી પોતે ઉપલબ્ધ નહી હોવાનું જણાવી લીધું. પ્રાદેશિક સેનાના પેરાશુટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેંટ કર્નલ એમ.એસ ધોનીએ આવતા મહિને પોતાની રેજિમેન્ટ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, જેને સેના પ્રમુખની સ્વિકૃતી મળી ચુકી છે.

ધોનીએ રવિવારે પસંદગી સમિતીની બેઠક પહેલા બીસીસીઆઇને પોતાનો આ નિર્ણય અંગે જણાવી દીધું હતું. જો કે તે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હાલના સમયે ક્રિકેટથી સન્યાસ નથી લઇ રહ્યા. તે અગાઉ ધોનીનાં સંન્યાસના સમાચાર આવવા લાગ્યા હતા.

એક બીસીસીઆઇ અધિકારીના અનુસાર ધોની હજી પણ ક્રિકેટથી સંન્યાસ નથી લઇ રહ્યા છે. તેમમે કહ્યું કે, તેઓ પોતાના અર્ધસૈનિક રેજિમેન્ટની સેવા માટે બે મહિનાનો વિશ્રામ લઇ રહ્યા છે, જે તેમને ખુબ જ પહેલા કર્યું હતું. ધોનીએ પ્રવાસથી બહાર થયા બાદ ઋષભ પંતને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી૨૦) માં વિકેટકીપર તરીકે રખાયા છે, જયારે રિદ્ઘિમાન સાહા ટેસ્ટમાં વિકેટ કિપિંગ કરશે.

(10:07 am IST)