Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

મહેન્દ્રસિંહ ધોનીને બે મહિના ટ્રેનીંગ લેવા માટે લશ્કરી વડા બિપિન રાવતે મંજૂરી આપી

નવી દિલ્હી : ભારતના ધૂંવાધાર ક્રિકેટ ખેલાડી બેટ્સમેન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય લશ્કરમાં ટેરિટોરિયલ આર્મીની જમ્મુ-કાશ્મીરમાં બે મહિનાની ટ્રેનિંગ લેવા માટે આર્મી વડા બિપીનચંદ્ર રાવતે પરવાનગી આપી છે. ધોની હવે પેરાશૂટ રેજિમેન્ટમાં બે મહિનાની ટ્રેનિંગ લેશે. 

જો કે ધોનીને કોઈ પણ લશ્કરી ઓપરેશનમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી નથી. ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ધોનીએ આ અંગે જાણ કરી છે અને આગામી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે રમી શકશે નહીં. આ પહેલા પણ ધોની ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીર ગયો હતો.

(12:28 am IST)
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ ૧લી ઓગસ્ટ થી અમરાવતી જિલ્લામાંથી મહા જનાદેશ યાત્રા શરૂ કરશે. access_time 11:43 pm IST

  • વિરોધ પક્ષોની ધાંધલ ધમાલ વચ્ચે RTI એક્ટમાં સુધારો કરતું બિલ લોકસભામાં પસાર : કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના ઇન્ફોર્મેશન કમિશનરની સ્વાયત્તતા ઉપર પ્રતિકૂળ અસર સમાન સુધારો હોવાનો વિરોધ પક્ષોનો આક્ષેપ access_time 8:11 pm IST

  • આગામી કેટલાક દિવસો સુધી કર્ણાટક-કેરાળા-તામીલનાડુમાં ગાજવીજ સાથે વરસાદ સતત વરસતો રહેશેઃ તેમ ખાનગી વિદેશ હવામાન શાસ્ત્રી ટવી્ટ કરી નોંધે છે access_time 11:35 am IST